GSTV

SBI કે પોસ્ટ ઓફિસ : ફિક્સ્ડ ડીપોઝીટમાં કોણ આપી રહ્યું છે વધુ વ્યાજ

રોકાણ

Last Updated on January 31, 2021 by Mansi Patel

આજે પણ રોકાણની વાત કરીએ તો વધુ લોકો FD એટલે ફિક્સ્ડ ડિપોઝીટની સલાહ આપે છે. રોકાણ કરવા માટે FD સારો વિકલ્પ માનવામાં આવે છે. જેમાં ગેરંટી સાથે રિટર્ન મળે છે. એમાં સેવિંગ એકાઉન્ટની તુલનામાં વધુ રિટર્ન મળે છે. બેંકોમાં તમે 7 દિવસથી 10 વર્ષ માટે FD કરી શકો છો, તો પોસ્ટ ઓફિસમાં તમે 1 વર્ષ 5 વર્ષનો ઓપ્શન મળે છે.

SBIની FD પર વ્યાજ દર

 રોકાણ

એસબીઆઈની એફડી પર નવા વ્યાજની દર 8 જાન્યુઆરીથી લાગુ થઇ છે. એ મુજબ બેન્ક 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોરિટી થવા વાળા એફડી પર ગ્રાહકો 2.9% વ્યાજ આપે છે. ત્યાં જ 46થી 179 દિવસમાં મેચ્યોર થવા વાળી એફડી પર 3.9%, 180થી 210 દિવસમાં મેચ્યોર થવા વાળી એફડી 4.4% અને 211 દિવસથી એક વર્ષની અંદર મેચ્યોર થવા વાળી એફડી 4.4% વ્યાજ મળી રહ્યું છે.

એસબીઆઈ 1 વર્ષથી લઇ 2 વર્ષ વચ્ચે મેચ્યોર થવા વાળી એફડી પર 5% વ્યાજ, 2 વર્ષથી 3 વર્ષ વચ્ચે એફડી પર 5.10% અને ત્રણથી પાંચ વર્ષ મિડ ટર્મ એફડી પર 5.30% વ્યાજ આપે છે. ત્યાં જ 5 વર્ષથી 10 વર્ષના લોન્ગ ટર્મ એફડી પર 5.40% વ્યાજ મળી રહ્યું છે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને તમામ એફડી પર 50 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપે છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં તમે 1 વર્ષથી 5 વર્ષ સુધી પૈસા જમા કરવી શકો છો. પોસ્ટ ઓફિસ દ્વારા ટાઈમ ડિપોઝિટ પર આપવા વાળી નવી વ્યાજની દર 1 જાન્યુઆરી, 2021થી પ્રભાવી છે. પોસ્ટ ઓફિસ 1 વર્ષ, 2 વર્ષ અથવા 3 વર્ષના સમયગાળા વાળા ટાઈમ ડિપોઝીટ પર 5.5% વ્યાજ આપે છે. પરંતુ 5 વર્ષ માટે રોકાણ કરવા પર જમાકર્તાઓને 6.5% વ્યાજ મળે છે. જાણો જ છો કે જો તમે 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝીટ કરાવવા જઈ રહ્યા છો તો પોસ્ટ ઓફિસના ટાઈમ ડીપોઝીટમાં તમને વધુ વ્યાજ મળશે.

Read Also

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!