SBI PO Recruitment 2020: બેન્કમાં નોકરીની ઇચ્છા ધરાવતા યુવાઓ માટે ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં અપ્લાય કરવાનો શાનદાર મોકો છે. SBIમાં પ્રોબેશનરી ઑફિસર (PO)ના પદો પર ભરતી માટે આવેદન પ્રક્રિયા ચાલુ છે. આ પદો પર આવેદન માટે હવે તમારી પાસે ગણતરીના દિવસો બાકી છે. અપ્લાય કરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર છે. ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને અપ્લાય કરી શકે છે.

SBI PO Recruitment 2020: પદોની સંખ્યા
SBI PO Recruitment 2020 અંતર્ગત કુલ 2000 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. તેમાં 200 સીટો સમાજના આર્થિક રૂપે નબળા વર્ગના ઉમેદવારો માટે રિઝર્વ છે.
SBI PO Recruitment 2020 માટે શૈક્ષણિક લાયકાત
આ પદો પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઇએ. ઉમેદવાર જે અંતિમ વર્ષમાં છે અથવા તો ગ્રેજ્યુએટના ફાઇનલ સેમેસ્ટરમાં છે, તે આ શરત અંતર્ગત આવેદન કરી શકે છે. કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે તો 31 ડિસેમ્બર સુધી ગ્રેજ્યુએશન પાસ હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

વય મર્યાદા
SBI PO Recruitment 2020 અંતર્ગત આવેદન કરવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી વય 21 વર્ષ જ્યારે મહત્તમ 30 વર્ષ હોવી જોઇએ.
કેવી રીતે થશે સિલેક્શન?
આ પદો પર ઉમેદવારોનું સિલેક્શન પ્રીલિમ્સ, મેન્સ એગ્ઝામ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

સેલરી
પસંદગી પામેલા ઉમેદવારોને 23,700થી 42,020 રૂપિયા પ્રતિ મહિના સેલરી મળશે. આ ઉપરાંત ડીએ, એચઆરડી, સીસીએ અને અન્ય ભથ્થા પણ આપવામાં આવશે.
આ રીતે કરો અપ્લાય
ઇચ્છુક તથા યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને ઑનલાઇન અપ્લાય કરી શકે છે. જણાવી દઇએ કે અરજી કરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર 2020 છે.
Read Also
- એક જ ગોળીથી ઉડાવ્યા ISISના 5 ખૂંખાર આતંકી, બ્રિટિશ SAS સ્નાઇપરે આ રીતે કરી કમાલ
- અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!
- ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન
- ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા
- કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો