GSTV
Business India News Trending

કામની વાત/ આ નંબર પર મિસ્ડ કૉલથી મળશે 20 લાખ સુધીની લોન, SBIએ શરૂ કરી ખાસ સુવિધા

sbi

કોઇપણ પ્રકારની આકસ્મિક જરૂરિયાત માટે જો તમે પણ પર્સનલ લોન (Personal Loan) લેવાનું વિચારી રહ્યાં હોય તો આ ખબર તમારા કામની છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે. SBIએ પોતાના ગ્રાહકોને ફક્ત એક મિસ્ડ કૉલ દ્વારા પર્સનલ લોન (Personal Loan) આપવાની શરૂઆત કરી છે. બેંકે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

sbi

SBIના ટ્વીટ અનુસાર SBIની એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ પર્સનલ લોન મળી રહ્યું છે. કસ્ટમરને ફક્ત એક મિસ્ડ કૉલ કરવુ પડશે અને પછી બેંક જલ્દી અપ્રૂવલ સાથે સોન આપશે. આ લોનનું વ્યાજ પણ સૌથી ઓછુ 9.6 ટકા છે.

કેટલી લોન મળશે

SBI આ સ્કીમમાં 25 હજાર રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધી લોન ઑફર કરી રહી છે. સાથે જ 5થી 20 લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઇ ગેરેન્ટર અથવા સિક્યોરિટીની જરૂર નથી.

sbi

કયા લોકોને મળશે લોન?

– SBIમાં તમારુ સેલરી એકાઉન્ટ હોવુ જોઇએ.

– તમારી મંથલી સેલરી 15000 રૂપિયા અથવા તેનાથી વધુ હોવી જોઇએ.

– EMI / NMI રેશિયો 50 ટકાથી ઓછો

– SBI સેલરી એકાઉન્ટ હોલ્ડરને કેન્દ્ર/રાજ્ય/અર્ધ સરકારી, કેન્દ્રીય PSU, લાભકારી OSUs અથવા સિલેક્ટેડ કોર્પોરેટ્સની શિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત હોવુ જોઇએ.

Read Also

Related posts

જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું

Siddhi Sheth

ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું

Siddhi Sheth

પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ

GSTV Web Desk
GSTV