GSTV
Home » News » હવે લાઈનમાં ઉભા રહેવાના દિવસો ગયા, ATMથી જ કરી શકાશે આ મહત્વપૂર્ણ કામ

હવે લાઈનમાં ઉભા રહેવાના દિવસો ગયા, ATMથી જ કરી શકાશે આ મહત્વપૂર્ણ કામ

સામાન્ય રીતે લોકો ATMનો ઉપયોગ કેશ કાઢવા માટે અથવા તો સેવિંગ અકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માટે કરે છે. પરંતુ હવે બેંકના ATM તેના ગ્રાહકોને એવી સર્વિસિસ આપે છે,  જેના માટે પહેલાં બેંકમાં કલાકો સુધી ઉભા રહેવું પડતુ હતુ. જી હા હવે તમે બેંક એફડી, ટેક્સ ડિપોઝીટ અને મોબાઈલ રિચાર્જ સહિત કેટલાંક એવાં કામો બેંકમાં ગયા વગર જ પતાવી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે…

  • તમે ATM દ્વારા ફિક્સ્ડ ડિપોઝીટ કરી શકો છો. તમે મેનુમાં બતાવેલાં સ્ટેપ્સને ફોલો કરીને FD કરી શકો છો. જેમાં ડિપોઝીટનો સમયગાળો અને રકમ સિલેક્ટ કરીને કન્ફર્મ કરવાનું હોય છે.
  • દેશનાં કેટલાંક મોટા બેંક ATM દ્વારા ઈનકમ ટેક્સ ચુકવવાની સુવિધા આપી રહ્યા છે. જેમાં એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અને રેગ્યુલર એસેસમેન્ટ બાદ ચૂકવવામાં આવતા ટેક્સનો સમાવેશ થાય છે.
  • કેટલીક સરકારી અને પ્રાઈવેટ બેંકોએ હવે કેશ ડિપોઝીટ મશીન લગાવી દીધી છે. એકવારમાં કેશ ડિપોઝીટ મશીનમાં 49,000 રૂપિયા જમા કરાવી શકાય છે. આ મશીનોમાં 2000, 500, 100 અને 50 રૂપિયાની નોટ જમા કરી શકાય છે.
  • એલઆઈસી (LIC), એચડીએફસી (HDFC) લાઈફ અને એસબીઆઈ (SBI) લાઈફ જેવી વીમા કંપનીઓએ બેંક સાથે કરાર કર્યો છે, જે મુજબ તેના ગ્રાહકો ATM દ્વારા પ્રીમિયમ ભરી શકે છે.

  • નાની રકમની પર્સનલ લોન માટે હવે ATM દ્વારા અપ્લાઈ કરી શકાય છે. તેના માટે હવે બેંકમાં જવાની જરૂર નથી. કેટલીક પ્રાઈવેટ બેંકો ATM દ્વારા તેના ગ્રાહકોને પ્રિ અપ્રૂવ્ડ લોન ઓફર કરે છે.
  • જો તમે નેટ બેંકિંગનો ઉપયોગ નથી કરી રહ્યા, તો ATM દ્વારા તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જોકે, તેના માટે તમારે ઓનલાઈન કે બ્રાંચમાં જઈને તે ખાતાને રજીસ્ટર કરાવવું પડશે.
  • ટેલિફોન, વીજળી, ગેસ કે અન્ય બીલોને ATM દ્વારા ભરી શકાય છે. પરંતુ બિલ ભરતા પહેલાં કંપનીની વેબસાઈટ પર રજીસ્ટર કરાવવું પડશે.
  • દેશની સૌથી મોટી સરકારી બેંક SBI રેલવેની બિલ્ડીંગમાં રહેલાં કેટલાંક ATM દ્વારા ટિકિટ બુક કરાવવાની સુવિધા આપે છે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!