SBI Overdraft Service: ઘણીવાર અચાનક પૈસાની જરૂરિયાત ઉભી થઇ જાય છે. જેને પૂરી કરવા માટે ખાતામાં પૈસા નથી હોતા. તેવામાં સૌથી પહેલા વ્યક્તિ પોતાના મિત્ર અથવા સંબંધી પાસે મદદ માગે છે. જો ત્યાંથી પણ મદદ ન મળે તો મોટાભાગે લોકો ક્રેડિટ કાર્ડની મદદ લે છે અથવા તો પર્સનલ લોન માટે અપ્લાય કરે છે. પર્સનલ લોનમાં વ્યાજનો દર ઘણો ઉંચો હોય છે. તેવામાં મજબૂરીમાં ઘણીવાર ચિંતા વધી જાય છે. તેથી આજે અમે તમને SBIની ખાસ સુવિધા ઓવરડ્રાફ્ટ વિશે જણાવી રહ્યાં છીએ.
શું છે ઓવરડ્રાફ્ટની સુવિધા
દેશની તમામ બેન્ક ઓવરડ્રાફ્ટ ફેસેલિટી આપે છે. સરકારી અને ખાનગી બેન્ક ઓવરડ્રાફ્ટની ફેસેલિટી આપે છે. મોટાભાગની બેન્ક કરંટ એકાઉન્ટ, સેલરી એકાઉન્ટ અને ફિક્સડ ડિપોઝિટ પર આ સુવિધા આપે છે. કેટલીક બેન્ક શેર, બોન્ડ અને વીમા પોલીસી જેવી એસેટની અવેજમાં પણ ઓવરડ્રાફ્ટની સુવિધા આરે છે. આ ફેસેલિટી અંતર્ગત બેન્ક પાસેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે પૈસા મેળવી શકો છો અને પછીથી આ પૈસા ચુકવી શકો છો.

SBIમાં કોને મળે છે ઓવરડ્રાફ્ટની સુવિધા
SBIની વેસબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, તમારા વેતન ખાતામાં નિયમિત વેતન જમા થાય તો ગ્રાહક ઓવરડ્રાફ્ટની સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
કેવી રીતે મળશે ઓવરડ્રાફ્ટની સુવિધા
ઓવરડ્રાફ્ટની સર્વિસ માટે તમારે બેન્ક પાસે અપ્લાય કરવાનું હોય છે. ઘણી બેન્ક પોતાની એપમાં પણ આ સુવિધા આપે છે.
જો તમારી બેન્કમાં કોઇ એફડી નથી તો પછી પહેલા તમારે બેન્કમાં કોઇ એસેટ્સ ગિરવે મુકવી પડે છે. તે બાદ શરતોને પૂરી કરવા પર બેન્ક તમને ઓવરડ્રાફ્ટની ફેસેલિટી આપે છે.
આજકાલ ઘણી બેન્ક પોતાના સારા ગ્રાહકોને પહેલાથી જ ઓવરડ્રાફ્ટ ફેસેલિટીની ઑફર આપે છે. આવુ થવા પર લોન લેવી સરળ બની જાય છે.

ઓવરડ્રાફ્ટમાં કેટલા પૈસા લઇ શકો છો?
તમારી બેન્ક તે નક્કી કરશે કે તમે ઓવરડ્રાફ્ટ અંતર્ગત કેટલા પૈસા લઇ શકો છો. અ લિમિટ તે વાત પર આધારિત છે કે આ ફેસેલિટી માટે તમે બેન્કમાં શું અને કેટલુ ગિરવે મુક્યુ છે. સેલરી અને એફડીના મામલે બેન્ક લિમિટ વધુ રાખે છે.
જો સરળ શબ્દોમાં કહીએ તો તમારી બેન્કમાં તમારી 2 લાખ રૂપિયાની એફડી છે તો ઓવરડ્રાફ્ટ માટે બેન્ક 1.60 લાખ રૂપિયા (80 ટકા)ની લિમિટ નક્કી કરી શકે છે. શેર અને ડિબેંચરના મામલે લિમિટ 40થી 70 ટકા થઇ શકે છે.
ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લોનથી કેવી રીતે અલગ છે?
જ્યારે તમે લોન લો છો તો તેને ચુકવવા માટે અક સમયગાળો નક્કી થાય છે. જો કોઇ લોન સમયગાળા પહેલા ચુકવી દે તો તેને પ્રીપેમેન્ટ ચાર્જ ચુકવવો પડે છે પરંતુ ઓવરડ્રાફ્ટ સાથે આવુ નથી.
તમે નિશ્વિત સમય પેહલા પણ કોઇ ચાર્જ વિના પૈસા ચુકવી શકો છો. સાથે જ તેના પર વ્યાજ પણ એટલા જ સમયનું ચુકવવુ પડશે, જેટલા સમય સુધી ઓવરડ્રાફ્ટ અમાઉન્ટ તમારી પાસે રહી હોય.
આ ઉપરાંત તમે EMIમાં પૈસા ચુકવવા માટે બંધાયેલા નથી. તમે નિશ્વિત સમયગાળાની અંદર ગમે ત્યારે પૈસા ચુકવી શકો છો. આ કારણે ઓવરડ્રાફ્ટ લોન લેવા કરતાં સસ્તુ અને સરળ છે.

જોઇન્ટ એકાઉન્ટ વાળાઓને પણ મળશે આ સુવિધા?
બેન્કિંગ એક્સપર્ટ્સ જણાવે છે કે આ સુવિધાનો લાભ જોઇન્ટ ખાતાધારક પણ ઉઠાવી શકે છે. તેવામાં પૈસા ચુકવવાની જવાબદારી બંનેની હશે. સાથે જ જો કોઇ એક અમાઉન્ટને ન ચુકવી શકે તો બીજાએ અમાઉન્ટ ચુકવવી પડશે.
શું છે ઓવરડ્રાફ્ટનો ફાયદો
ક્રેડિટ કાર્ડ અથવા અન્ય પર્સનલ લોનના મામલે આ ઘણુ સસ્તુ છે. તેમાં તમારે અપેક્ષા કરતાં ઓછુ વ્યાજ ચુકવવુ પડે છે. બીજો ફાયદો એ છે કે ઓવરડ્રાફ્ટમાં તમે જેટલા સમય માટે પૈસા લો છો, તેટલા સમય માટે જ તમારે વ્યાજ ચુકવવુ પડે છે. પર્સનલ લોન નિશ્વિત સમય માટે મળે છે. તેમાં તેને સમય કરતાં પહેલા ચુકવવા પર પેનલ્ટી ચુકવવી પડે છે. આ ઉપરાંત પર્સનલ લોનમાં તમારે પ્રોસેસિંગ ચાર્જ જેવા અન્ય ખર્ચ પણ ઉઠાવવા પડે છે.
Read Also
- કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- નગર પાલિકા રિઝલ્ટ/ 10 વાગ્યા સુધીનું આવું છે ચૂંટણી પરિણામ, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 13 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?