GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

SBIના ગ્રાહકો નાણાં કરી લો સિક્યોર, આ ટીપ્સ ફોલો કરશો તો નહીં લાગે ક્યારેય ચુનો

દેશની સૌથી મોટી બેન્ક SBI પોતાના ગ્રાહકોને બેન્કિંગ છેતરપિંડીથી બચવાના ઉપાયો જણાવી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા 11 વર્ષમાં SBIમાં 23,734.74 કરોડ રૂપિયાના 6,793 છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. RBI આંકડાના અનુસાર, બેન્કોમાં 50 હજારથી વધુ છેતરપિંડીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 2.05 લાખ કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે. દેશમાં સતત વધી રહેલી છેતરપિંડીના કેસથી ગ્રાહકોને બચાવવા SBIએ ગ્રાહકોને સાવધાન રહેવા કહ્યું છે. આવું એટલા માટે કારણ કે ફ્રોડ ફક્ત ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં જ નહીં, પરંતુ એટીએમના માધ્યમથી પણ થઈ રહ્યા છે.

ફોલો કરો આ ટિપ્સ

પોતાના ડિવાઈઝમાં રેગ્યુલર એન્ટીવાયરસ સ્કેન ચલાવતા રહો. બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ટાઈય કરો. પબ્લિક ડિવાઈસ, પોતાના નેટવર્ક અને ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ ન કરો. તેના ઉપયોગથી તમારી ખાનગી જાણકારી લીક થવાનો ખતરો રહે છે અને બેન્ક ખાતું ખાલી થઈ શકે છે.   

ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ હંમેશા બદલતા રહો. પોતાના બેન્ક ખાતા અને નેટ બેન્કિંગની જાણકારી ફોનમાં સેવ કરીને રાખવી ન જોઈએ. હંમેશા લોગિન ડેટ અને ટાઈમ ચેક કરતા રહો.

YONO SBI credit card

જો તમે પોતાની ફોનમાં બેન્ક ખાતા નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ અથવા અન્ય કોઈ જાણકારીની તસ્વીર રાખો છો તો તમારી જાણકારી સરળતાથી લીક થઈ શકે છે.

છેતરપિંડીથી બચવા માટે તમે કોઈ ફિશિંગ ઈમેલ પર કર્યારેય ક્લિક ન કરો અને ઓનલાઈન પેમેન્ટમાં હંમેશા વન ટાઈમ પાસવર્ડનો વિકલ્પ જ પસંદ કરો.

પોતાની નેટ બેન્કિંગના પાસવર્ડ, ઓટીપી, પિન, કાર્ડ વેરિફિકેશન કોડ અને યુપીઆઈ પિનને કોઈ સાથે શેર ન કરો. જો તમે પોતાનો પાસવર્ડ ભુલી જાવ છો તો તેની રિકવરી સ્માર્ટ રીતે કરો.

Read Also

Related posts

ટી20 વર્લ્ડ કપ માટે શ્રીલંકા અને યુએઈ ભારતના બેકઅપ હશે

Mansi Patel

સુરતમાં કોર્પોરેટર વતી લાંચ લેતા વચેટીયાની એસીબીએ કરી ધરપકડ

Nilesh Jethva

તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે ડોસવાડા ડેમ ઓવરફ્લો, 10થી વધુ ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!