GSTV
Gujarat Government Advertisement

SBI Customers માટે જરૂરી સૂચના! હવે ઓનલાઇન એપ્લાય કરી શકો છે એટીએમ કાર્ડ, જાણો સમગ્ર પ્રોસેસ

SBI

Last Updated on June 10, 2021 by Damini Patel

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)ના ગ્રાહક છો તો તમારા માટે આ કામની ખબર છે. કોરોના કાળમાં SBIએ પોતાની તમામ સર્વિસ ઓનલાઇન કરી દીધી છે, જેનાથી ગ્રાહકોને પણ ફાયદો થઇ રહ્યો છે સાથે જ બેન્ક પર દબાણ ઓછું છે. જો તમારો ATM કાર્ડ ખોવાઈ ગયો છે અથવા એક્સપાયર થઇ ગયો છે તો હવે ઓનલાઇન એના માટે એપ્લાય કરી શકો છો. એ ઉપરાંત મોબાઈલ નંબર પણ ઓનલાઇન અપડેટ કરી શકાય છે.

તમને જાણાવી દઈએ કે પોતાનો મોબાઈલ નંબર બદલવો છે તો ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી આ કામ સરળતાથી કરી શકાય છે. નેટ બેન્કિંગ લોગ ઈન કર્યા પછી સૌથી પહેલા My Account & Profile વાળા વિકલ્પ પર જાઓ. આ ડ્રોપડાઉન બોક્સમાં Profileને સિલેક્ટ કરો. ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. નવા પેજ ઉપર તમારે Personal Details/Mobile વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઈલ પાસવર્ડની મદદથી આ પ્રોસેસ આગળ વધારી શકાય છે.

ત્રણ રીતે અપડેટ કરી શકાય છે મોબાઈલ નંબર

હવે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી નવા પેજમાં આપવામાં આવશે. ફેરફારનો વિકલ્પ જમણી બાજુ પર આપવામાં આવે છે જેમાં બીજો વિકલ્પ પસંદ કરવો. આ પ્રક્રિયા ઓટીપી, એટીએમ કાર્ડની મદદથી આગળ વધે છે. હવે જે પેજ ખુલશે તેના પર, તમારે તમારો નવો મોબાઇલ નંબર ટાઇપ કરવો પડશે. તે પછી આ વિકલ્પ અપડેટ થાય છે. હવે જે પેજ ખુલશે તે નંબરને અપડેટ કરવા માટે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. આમાં ઓટીપી સાથેનો વિકલ્પ પસંદ કરવો પડશે અને મોબાઇલ નંબર ફક્ત ચાર કલાકમાં અપડેટ થઈ જશે. બીજા વિકલ્પ હેઠળ, તમારે એસબીઆઈના એટીએમની મુલાકાત લેવી પડશે. ત્રીજા વિકલ્પ હેઠળ, તમને એસબીઆઈ કસ્ટમર કેર દ્વારા બોલાવવામાં આવશે.

567676 પર મેસેજ

જો તમે ઓટીપી સાથે વિકલ્પ પસંદ કરો છો, તો આગળની પ્રક્રિયામાં તમારે તમારા ડેબિટ કાર્ડની માહિતી ભરવાની રહેશે અને તેની પ્રક્રિયા કરવી પડશે. પ્રક્રિયા પૂર્ણ થવા પર, તમારા નવા અને જૂના નંબર પર એક મેસેજ મોકલવામાં આવશે. બંને નંબર પરથી બંને મેસેજ 567676 પર કરવાના છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પછી, વ્યક્તિગત વિગતોના પેજ તેનું અપડેશન જોઈ શકે છે. જો તે પ્રોસેસ્ડ તરીકે લખાયેલું છે, તો તેનો અર્થ એ કે તમારી રિકવેસ્ટ સ્વીકારી લેવામાં આવી છે.

આ રીતે અપ્લાય કરો ATM કાર્ડ

એ જ રીતે, જો તમે એટીએમ કાર્ડ માટે અરજી કરવા માંગતા છો તો ઇન્ટરનેટ બેંકિંગથી લોગિન કરો. તમારે e-Services વાળા વિકલ્પ પર જવું પડશે અને અહીં તમારે ATM Card Servicesનો વિકલ્પ પસંદ કરવો પડશે. હવે જે પેજ ખુલશે તેમાં તમારે Request ATM/Debit Card વાળો વિકલ્પ પસંદ કરવો પડશે. હવે બે વિકલ્પો દેખાશે. તે ઓટીપી આધારિત અને પ્રોફાઇલ પાસવર્ડ આધારિત છે. ઓટીપીની સહાયથી, પ્રક્રિયામાં આગળ વધો.

7-8 દિવસમાં કાર્ડ ડિલિવરી

હવે એક નવું પેજ ખુલશે જેમાં એકાઉન્ટની પસંદગી પછી કાર્ડનું નામ અને કાર્ડનો પ્રકાર પસંદ કરવો પડશે. તે પછી વધુ વિગતો ચકાસીને સબમિટ કરો. સબમિટ કર્યા પછી, તમને એક મેસેજ મળશે કે તમારું ડેબિટ કાર્ડ 7-8 કાર્યકારી દિવસોમાં તમારા નોંધાયેલા સરનામાં પર મોકલવામાં આવશે. જો તમારે કોઈ અન્ય સરનામાં પર કાર્ડ મેળવવાનું છે તો તમારે પહેલાં શાખામાં જવું પડશે અને રજિસ્ટર્ડ સરનામું બદલવું પડશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Government Job / 12મા પછી સરકારી નોકરી કરવી છે? આ 5 પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો

Zainul Ansari

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ, નદી નાળા છલકાયા, માર્ગો પર પણ ફરી વળ્યા પાણી

pratik shah

હદ છે હોં/ મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીની આંખ ઉંદર કોતરી ગયા, હોસ્પિટલ તંત્ર પણ ચોંકી ગયું કે આ શું થઈ ગયું…..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!