GSTV

શું તમારું બેંક એકાઉન્ટ આ સરકારી સ્કીમ સાથે જોડાયેલું છે! તો તમને મળશે બે લાખ સુધીની આ વીમા પોલિસીનો લાભ

Last Updated on February 12, 2021 by Pravin Makwana

જો તમારું એકાઉન્ટ જનધન સાથે જોડાયેલું છે તો આપની માટે એક ગુડ ન્યુઝ છે. ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડીયા (SBI) જનધન ખાતાધારકોના બે લાખ રૂપિયા સુધી એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે SBI ના રૂપે જનધનકાર્ડ (SBI RuPay Jan Dhan Card) માટે અરજી કરવાની રહેશે.

SBI એ પોતાના ઓફિશીયલ ટ્વિટના આધારે આ અંગેની જાણકારી આપી

શુક્રવારના રોજ SBI એ પોતાના ઓફિશીયલ ટ્વિટના આધારે આ અંગેની જાણકારી આપી છે. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે, ‘તમારી જાતને જાહેર માર્ગ પર સુરક્ષિત રાખો. SBI Rupay Jan Dhan Card માટે અરજી કરો. પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) માં ખાતાધારકોને એક સરેરાશ માસિક બાકી રકમ બનાવી રાખવાથી છૂટ આપવામાં આવે છે. યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરમાં રહેનારા પણ આ યોજના અંતર્ગત પોતાના ખાતા બેંકોમાં ખોલાવી શકો છો.’

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું કે, ‘પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત દેશભરમાં કુલ 41.75 કરોડ એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. જેમાંથી 35.96 કરોડ એકાઉન્ટ ઓપરેટિવ છે.

આ રીતે તમે પણ ખોલાવી શકશો તમારું એકાઉન્ટ

જો તમે પણ તમારું એકાઉન્ટ પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત ખોલાવવા ઇચ્છો છો તો એ માટે તમારે આધાર કાર્ડની જરૂરિયાત રહેશે. જો આધાર કાર્ડમાં આપવામાં આવેલ એડ્રેસ બદલાઇ ગયું છે તો તેના માટે એફિડેવિટ લગાવવાનું રહેશે. પરંતુ જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે બીજા દસ્તાવેજોમાં વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા તો મનરેગા કાર્ડ દ્વારા પણ એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાંથી કોઇ પણ દસ્તાવેજમાં જો તમારું વર્તમાન એડ્રેસ નથી બદલ્યું તો આ જ તમારા એડ્રેસ અને ઓળખપત્ર માટે કાફી છે.

READ ALSO :

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!