GSTV

તહેવારની સીઝનમાં ગ્રાહકોને SBI ની મોટી ભેટ, ગોલ્ડ લોન પર આપી રહી છે બમ્પર ઓફર

તહેવારની સીઝનમાં બેન્કોએ ઓફર્સની ભરમાર લગાવી દીધી છે. પ્રાઈવેટ હોય કે, સરકારી દરેક બેન્ક પોતાના ગ્રાહકોને લોભાવવા માટે જુટાયા છે. તેનાથી SBI પણ બાકાત નથી. દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI ના તહેવારના સીઝનને ધ્યાનમાં રાખીને ઘણી ઓફર જાહેર કરી છે. તેમા એક ખાસ ઓફર ગોલ્ડ લોનને લઈને છે.

લોન આપવાની પેશકશ કરી છે

SBI એ ગોલ્ડ લોન લેનાર ગ્રાહકોને 7.5 ટકાની મિનિમમ વ્યાજ દર પર લોન આપવાની પેશકશ કરી છે. તેમાં ગ્રાહકોને 36 મહીનાના રીપેમેંટની સુવિધા મળશે.

પેપરલેસ લોન આપવાની વ્યવસ્થા કરી

ખાસ વાત એ છે કે, આ લોન માટે પ્રોસેસિંગ ફી પણ લેવામા આવશે નહી. SBI એ પોતાના YONO એપ યૂઝર્સ માટે ગોલ્ડ લોન પ્રી-અપ્રૂવ્ડ પેપરલેસ લોન આપવાની વ્યવસ્થા કરી છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડ લોનમાં તમે મહત્તમ 50 લાખ રૂપિયા જ્યારે કે, લઘુતમ 20 હજાર રૂપિયાનું કરજ લઈ સકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ શખ્સ આ લોન માટે અપ્લાઈ કરી શકે છે.

સુરક્ષિત લોકરમાં રાખવામા આવે છે

ગોલ્ડ લોન એક પ્રકારની સિક્યોર્ડ લોન હોય છે. જ્યાં ગોલ્ડનો વપરાશ લેવાના બદલામાં જમાનત/સિક્યોરિટી તરીકે પણ કરવામાં આવે છે. આ ગોલ્ડ લોનની ચૂકવણી ન થઈ જાય ત્યાં સુધી સુરક્ષિત લોકરમાં રાખવામા આવે છે. કહેવાનો એ મતલબ છે કે, લોન લોકોને પોતાની આર્થિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પોતાના સોનાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!