GSTV
Gujarat Government Advertisement

એલર્ટ / SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, શુક્ર-શનિ બે દિવસ બેંકની આ સર્વિસ રહેશે બંધ

Last Updated on May 6, 2021 by Dhruv Brahmbhatt

વર્તમાન કોરોના મહામારી વચ્ચે છેલ્લાં એક વર્ષથી ડિજિટલ પેમેન્ટ્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ખાસ કરીને કોરોના કાળમાં રૂપિયાની લેણદેણ શહેરથી લઇને ગામડાઓ સુધી હવે ઓનલાઇન થઇ ગઇ છે. પહેલા જ્યાં UPI પેમેન્ટ (UPI Payment) મોટી મોટી દુકાનો સુધી સીમિત હતું, ત્યાં હવે નાની નાની દુકાનો સુધી ટી સ્ટોલ અને પાણીપૂરીવાળા સુધી તે પહોંચી ગયું છે. અત્યારે હવે દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ વધી ગયો છે. ત્યારે એવામાં સર્વિસ બંધ હોવાંથી સૌ કોઇનું ટેન્શન વધી જાય છે. સરકારી બેંક SBI એ મેન્ટેનન્સના કારણે પોતાની સર્વિસને બંધ રાખવાની જાહેરાત કરી છે.

sbi

શું છે સમગ્ર મામલો ?

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ જારી કરેલ છે. બેંકનું કહેવું છે કે, ગ્રાહકોના અનુભવને ઉત્તમ બનાવવા માટે 7મેની રાત્રિના 12:15 વાગ્યે અને 8 મે બપોરના 1:45 વાગ્યા સુધી બેંકને પોતાના મેન્ટેનન્સનું કામ હશે. બેંકનું કહેવું છે કે, આ દરમ્યાન SBI ગ્રાહક INB/YONO/YONO Lite/UPI સર્વિસનો ઉપયોગ નહીં કરી શકે.

SBI એ તાજેતરમાં જ પોતાના ગ્રાહકોની આપી મોટી રાહત

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના કરોડો ગ્રાહકોને રાહત પણ આપી છે. કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાને રાખતા અનેક રાજ્યોમાં સ્થાનીય સ્તર પર લોકડાઉન લાગુ કરવામાં આવી રહેલ છે. એવામાં ગ્રાહક હવે ટપાલ અથવા તો ઇમેઇલના આધારે કેવાયસી ડોક્યુમેન્ટ (KYC Documents) જમા કરી શકો છો.

SBI એ જ્યારે ટપાલ અથવા તો મેઇલના આધારે કેવાયસી ડોક્યુમેન્ટ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે તો અન્ય બેંકોના ગ્રાહકોને પણ આશા જાગી છે.

kyc

ક્યારે અને કેવી રીતે કરાવી શકાશે KYC

એવું માનવામાં આવી રહ્યું છે કે, હવે દેશમાં સાર્વજનિક ક્ષેત્રની બીજી બેંકો દ્વારા પણ આવું કરી શકાય છે. એટલું જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રની બેંક તો એક પગલું આગળ વધીને ગ્રાહકોને સુવિધા આપે છે. એટલાં માટે, તેમની પાસેથી પણ આવું જ કરવાની આશા છે.

બેંક પોતાના ગ્રાહકોની રેટિંગ તેમના રિસ્કના આધારે કરે છે. બેંકના ઉચ્ચ જોખમવાળા ગ્રાહકોને દર બે વર્ષમાં ઓછાંમાં ઓછું એક વાર KYC અપડેટ કરાવવાનું હોય છે કે જે ગ્રાહકોનું જોખમ મધ્યમ હોય છે.

તેઓએ દર આઠ વર્ષમાં એક વખત KYC અપડેટ કરાવવાનું હોય છે. જે ગ્રાહકોનું જોખમ એકદમ ઓછું અથવા તો નિમ્ન જોખમ હોય છે, તેઓએ દર 10 વર્ષમાં એક વખત KYC અપડેટ કરાવવાનું હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!