GSTV

ચોરોની ચાલાકી હવે નહી ચાલે, તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવશે SBIનું આ નવુ ‘સુરક્ષા કવચ’

Last Updated on September 4, 2020 by pratik shah

બેન્ક ખાતુ ચલાવવુ પણ પોતાનામાં જ એક મોટો પડકાર છે. ભલે તમારા ખાતામાં રહેલા રૂપિયાને ચોરી થવાથી બચાવવા માટે તમામ સુરક્ષા ઉપાય રહેલા છે. તેમ છતાં તમારા ખાતામાં કેટલા રૂપિયા છે તેની જાણકારી કાઢવી ખૂબ જ સરળ છે. પરિણામે તમારા ડેબિટ કાર્ડ અને પિનની મદદથી કોઇપણ મિત્ર અથવા તો જાણીતુ વ્યક્તિ એટીએમ જઇને ખાતામાં રહેલા રૂપિયાની વિગતો જાણી શકે છે. પરંતુ હવે એવુ નહી થાય. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) તમારા માટે એક નવુ સુરક્ષા કવચ લાવ્યુ છે.

SBIએ વધાર્યુ ખાતાધારકોનુ સુરક્ષા કવચ

SBIએ એક નવુ સુરક્ષા કવચ તૈયાર કર્યુ છે. SBI ખાતાધારકોના બેલેન્સ (Balance) અને મિનિ સ્ટેટમેન્ટ (Mini Statement)ની જાણકારી હવે કોઇ બીજુ નહી લઇ શકે. જો કોઇએ એટીએમમાંથી તમારા ખાતાના બેલેન્સ અને મીની સ્ટેટમેન્ટ જાણવા માટે રિકવેસ્ટ કરી હોય તો તરત જ એસએમએસ દ્વારા તમને એલર્ટ કરી દેવામાં આવશે. જો  રિકવેસ્ટ ખાતાધારકે નહી કરી હોય તો તાત્કાલિક ધોરણે એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. બેન્કે ટ્વીટ કરીને લોકોને આ જાણકારી આપી છે.

આ મામલાના જાણકારોનું કહેવું છે કે બેન્કમાંથી રૂપિયા ચોરીના મોટાભાગના કેસમાં તે જોવા મળ્યું છે કે ચોર પહેલા ખાતામાં કેટલા રૂપિયા છે તેની જાણકારી મેળવે છે. તે બાદ જ એકાઉન્ટમાંથી રૂપિયા કાઢવામાં આવે છે જેથી ટ્રાન્જેક્શન રિજેક્ટ ન થઇ જાય. આ જ કારણ છે કે બેન્કે બેલેન્સ અથવા મિનિ સ્ટેટમેન્ટ રિકવેસ્ટ લેવલ પર જ આવી ઘટનાઓ રોકવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક ફક્ત એસએમએસ પર રિપ્લાય કરીને પણ પોતાના કાર્ડ અને એકાઉન્ટને બ્લોક કરાવી શકશે.  

Read Also

Related posts

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!