GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

SBIની આ સ્કિમમાં દર મહિને ઘરે બેઠા કરો કમાણી, જાણો કઈ રીતે કરાશે રોકાણ

SBI

જો તમે ઘરે બેઠા કમાણી કરવા ઈચ્છો છો તો એસબીઆઈ (SBI) તમારી માટે ખૂબ સારી સ્કિમ લઈને આવ્યું છે. જો તમારે દર મહિને સારી કમાણી કરવી છે તો તમે એસબીઆઈના એન્યુટી ડિપોઝિટ સ્કિમમાં પૈસા રોકી શકો છો. કોઈ વ્યક્તિ જો દર મહિનાની ફિક્સ્ડ ઈનકમ મેળવવા ઈચ્છે છે તો તેને એસબીઆઈના એન્યુટી સ્કીમમાં જરૂર રોકાણ કરવું જોઈએ.  

સ્કીમ હેઠળ કેટલી રમક કરવી જોઈએ જમા?

એસબીઆઈની આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછી એક હજાર રૂપિયાની રકમ મહિને એન્યુટી માટે જમા કરાવી શકીએ છીએ. આ સ્કીમમાં વધુ રકમની કોઈ સીમા નથી. ત્યાં જ જો તમારે 60 વર્ષ સુધી દર મહિને પાંચ હજાર રૂપિયા મહિનાની આવક જોઈએ છીએ તો બેન્ક તમને રોકાણ કરવાની રકમ માટે જાણકારી આપશે.

SBI

જોકે જમા કરવામાં આવતી રકમ 25,000 રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ પરંતુ વધારે રોકાણ માટે રકમની કોઈ સીમા નથી. આ સ્કીમ હેઠળ તમે 36, 60, 84 અને 120 મહિના માટે ડિપોઝિટ કરી શકો છો. તમારી મહિનાની આવક જમા કરવામાં આવેસી રકમ અને સમયગાળા પર નિર્ભર કરે છે.

મેચ્યુરીટી પહેલા ઉપાડ કરી શકાશે

આ ઈન્યુટી સ્કીમ હેઠળ રોકાણકારે જમા રકમના 75 ટકા ઓવરડ્રાફ્ટ અને લોન સુવિધાનો લાભ લઈ શકે છે. જો મેચ્યોરિટીની વાત કરવામાં આવે તો આ હેઠળ તમે ત્રણ વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ અને દસ વર્ષ માટે રોકાણ કરી શકો છો. બેન્કની વેબસાઈટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જો ખાતાધારકનુ મોત એસબીઆઈ એન્યુટી સ્કીમના મેચ્યોરિટી સમયગાળા પહેલા થાય છે તો નોમિની જમા રકમને ઉપાડી શકે છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!