GSTV

SBI યૂઝર્સ માટે મહત્વના સમાચાર, જો ભૂલી ગયા છે તમારુ Net Banking આઈડી અને પાસવર્ડ તો આ રીતે મેળવો

SBI

Last Updated on September 15, 2020 by Mansi Patel

કોરોનાકાળમાં જ નહી, પરંતુ તેના ઘણા પહેલાથી જ દેશમાં લોકોને ડિજિટલ લેણદેણને અપનાવી લીધુ છે. જોકે, કોરોના વાયરસના કારણે લોકોને સોશિયલ ડિસ્ટેસિંગનુ પાલન કરતા આ ઓનલાઈન લેણદેણને વધુ પ્રોત્સાહન આપ્યુ છે, પરંતુ ઘણી વખત એવુ થાય છે કે, નેટ બેન્કિંગ કરનાર આ સમય પર પોતાનો યૂઝર આઈડી અને પાસવર્ડ ભૂલી જાય છે. એવામાં તેને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને SBIના ગ્રાહકો જે કડક સુરક્ષા ધોરણોને કારણે સાચી જાણકારી વગર જ પોતાની ઓનલાઈન યૂઝર આઈડી અથવા પાસવર્ડ જનરેટ કરી શકતા નથી.

યુઝર આઈડી અને પાસવર્ડ મળી શકે છે

જો તમે પણ પોતાના SBI Net Bankinh નો User ID અને Passward ભૂલી ગયા છો તો, ચિંતાની કોઈ વાત નથી. અમે તમને આજે કેટલાક એવા સ્ટેપ્સ જણાવીએ છીએ જેની મદદથી તમે સરળતાથી પોતાનુ યુઝર આઈડી અને પાસવર્ડ મળી શકે છે.

આ રીતે મેળવો User ID

  • તે માટે સૌપ્રથમ પહેલા તમારે SBI ની ઓનલાઈન બેન્કિંગ સાઈટ પર જવુ પડશે.

  • અહીંયા તમારે યૂઝરનેમ અને પાસવર્ડના બોક્સને ઠીક નીચે બે વિકલ્પ નજર આવશે.
  • તેમાંથી એક વિકલ્પ યૂઝરનેમનો હશે જેના પર તમારે ક્લિક કરવાનુ પડશે.
  • આ પર ક્લિક કરતા જ તમને એક ફોર્મ નજર આવશે જેમાં તમારે તમારુ CIF નંબર નાખવો પડશે જે તમારી પાસબુકમાં મળશે.
  • આવુ કરતાજ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે જેને તમે સામે આપેલ બોક્સમાં નાખીને સબમિટ કરી દો
  • તમારા રજિસ્ટર્ડ નંબર પર તમારુ યુઝર નામ પહોંચી જશે

આ રીતે મળશે પાસવર્ડ

  • આ રીતે જો પાસવર્ડ ભૂલી ગયા છે તો આ તરફ આપવામાં આવેલ Forgot Passward વાળા ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ આગામી પેજ પર જાઓ અને ત્યાં આપવામાં આવેલ ફોર્મમાં પોતાનુ યૂઝરનેમ, એકાઉન્ટ નંબર, દેશ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મતારીખ અને કેપ્ચા કોડ નાખો.
  • ત્યારબાદ તમારા નંબર પર OTP આવશે, તે નાખીને કંફર્મ કરો.
  • ત્યારબાદ તમને ત્રણ વિકલ્પ મળશે જેમાંથી તમે ATM કાર્ડની જાણકારી આપીને, પ્રોફાઈલ પાસવર્ડ અથવા ATM અને પ્રોફાઈલ પાસવર્ડ આપ્યા વગર પોતાનો પાસવર્ડ રિસેટ કરવા માગો તેને પસંદ કરી શકો છો.

ATM ની મદદથી

ATMની મદદથી પાસવર્ડ રિસેટ કરવા માટે તમારે આ ઓપ્શન પસંદ હશે અને તેમાંથી પોતાના એકાઉન્ટના ATM કાર્ડની પૂર્ણ જાણકારી નાખીને સબમિટ કરવી પડશે. ત્યારબાદ નવો પાસવર્ડ નાખીને કંફર્મ કરો.

પ્રોફાઈલ પાસવર્ડની મદદથી

આ પ્રક્રિયાને પસંદ કર્યા બાદ તમારે તમારુ પ્રોફાઈલ પાસવર્ડ નાખીને સબમિટ કરવાની રહે છે અને ત્યારબાદ જે નવુ પાસવર્ડ રાખવાનો છે તે નાખીને કંફર્મ કરવાનુ હોય છે.

ATM કાર્ડ અને પ્રોફાઈલ પાસવર્ડ વગર

આ પ્રક્રિયામાં યૂઝરને બેન્કની શાખામાં જઈને પાસવર્ડ માટે અરજી કરવાની હોય છે.

READ ALSO

Related posts

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!