GSTV
Gujarat Government Advertisement

દેવામાં ડૂબેલા અનિલ અંબાણી પર વધુ એક સંકટ,1200 કરોડની લોન વસૂલવા SBIએ ખટખટાવ્યો આ દરવાજો

અનિલ અંબાણી

Last Updated on June 13, 2020 by Bansari

દેવામાં ડૂબેલા અનિલ અંબાણી પર વૈશ્વિક લેણદારો સાથે હવે સ્થાનિક લેણદારો ગાળીયો કસવા લાગ્યા છે. તાજેતરમાં ચાઈનાની બેંક દ્વારા લંડન કોર્ટમાં અનિલ અંબાણી વિરૂધ્ધ ચૂકાદો મેળવીને 71.7 કરોડ ડોલરની વસુલાત કરતો આદેશ મેળવાયા બાદ હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ) દ્વારા અનિલ અંબાણી પાસેથી લોનોની વસુલાત માટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ(એનસીએલટી)ના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે. એસબીઆઈ દ્વારા બેંકરપ્સી કાનૂનની પર્સનલ ગેરંટી કલમ હેઠળ અનિલ અંબાણી પાસેથી રૂ.1200 કરોડથી વધુ રકમની લોનની વસુલાત કરવા એનસીએલટીમાં ધા નાખવામાં આવી છે.

SBI 2

સ્ટેટ બેન્કે એનસીએલટી સમક્ષ કરી આ માગ

સ્ટેટ બેંકે એનસીએલટી સમક્ષ માંગ કરી છે કે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની કંપનીઓને અપાયેલી લોનોની વસુલાત નક્કી કરવામાં આવવી જોઈએ. આ લોનો માટે અનિલ અંબાણી તરફથી પર્સનલ ગેરંટી આપવામાં આવી છે.લોનના પર્સનલ ગેરંટર અનિલ અંબાણી વિરૂધ્ધ ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ માટે બેંકે પ્રોફેશનલની નિમણૂક કરવાની માંગ કરી છે. એનસીએલટીની નવી દિલ્હી સ્થિત મુખ્ય બેંચની વેબસાઈટ પર પણ અનિલ અંબાણી વિરૂધ્ધ એસબીઆઈ તરફથી ફાઈલ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એનસીએલટી દ્વારા કલમ 95(1) હેઠળ કેસ દાખલ કરાયો છે. જેના હેઠળ લોન આપનાર બેંક દેવાદાર અને લોનના ગેરંટર વિરૂધ્ધ દેવાળા માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજ કરી શકે છે. એસબીઆઈ તરફથી આ આવેદન એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે લેણદાર બેંકોને ગુ્રપ કંપનીઓને વેચવાની મંજૂરી આપી દેવાઈ છે.

બેંકિંગ વર્તુળોનું કહેવું છે કે આ અરજ એટલા માટે કરવામાં આવી છે કે જેથી અનિલ અંબાણીની પર્સનલ સંપતિઓ પર દાવો કરી શકાય અને આંતરરાષ્ટ્રીય લેણદારો અનિલ અંબાણીની સં પતિ કબજે કરે એ પહેલા આ દાવો કરી શકાય. બેંકનું કહેવું છે કે અનિલ અંબાણીએ રૂ.1200 કરોડની લોન પર પર્સનલ ગેરંટી આપી છે.

yes bank

એસબીઆઇને 5000 કરોડ લેવાના નીકળે

આરકોમ-રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પાસેથી એસબીઆઈએ રૂ.5000 કરોડ લેવાના નીકળે છે. બેંકે એસેટ્સના વેચાણો થકી 50 ટકા રકમ રિકવર કરી રહી છે.આરકોમના વેચાણથી ધિરાણદારોના કોન્સોર્સિયમને રૂ.23,000 કરોડ ઊપજી રહ્યા છે, જ્યારે ધિરાણદારોએ રૂ.49,000 કરોડના લેણાં નીકળતાં હોવાનો દાવો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી આ કેસમાં વરિષ્ઠ સલાહકાર વેંકટેશ ધોંઢ અને રાયન ડિસોઝા છે. જ્યારે અનિલ અંબાણી તરફથી વરિષ્ઠ એડવોકેટ હરિશ સાલવે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બ્રિટનની કોર્ટ દ્વારા અપાયેલા આદેશમાં ચાઈનીઝ બેંકોને 71.7 કરોડ ડોલર ચૂકવવા અનિલ અંબાણીને જણાવાયું છે. કોર્ટ દ્વારા અનિલ ધીરૂભાઈ અંબાણી ગુ્રપની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા લેવાયેલી કોર્પોરેટ લોનને લઈ આ આદેશ આપવામાં આવ્યો હતો. અલબત આ કેસમાં અનિલ અંબાણીએ લોનની પર્સનલ ગેરંટી લેવામાં આવી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો.

આ કેસ દરમિયાન જ અનિલ અંબાણીની પોતાની અંગત નેટવર્થ ઝીરો દર્શાવવામાં આવી છે. અલબત સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરંટી રૂ.1200 કરોડ થી રૂ.1300 કરોડની રેન્જમાં અપાયેલી છે. નોંધનીય છે કે અનિલ અંબાણીએ પાછલા વર્ષોમાં જંગી દેવામાં ફસાયા છે. જો કે અનિલ અંબાણી દ્વારા તેની વીજ કંપનીઓને વેચવાનો પણ નિર્ણય લઈ આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ લેણદારોએ રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ટેલીકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે બીડ્સ મેળવી હતી. જેમાં આરકોમ અને રિલાયન્સ ટેલીકોમ માટે સૌથી મોટા બીડર તરીકે યુવી એસેટ રીકન્સ્ટ્રકશન કંપની ઊભરી આવી હતી. આ એસેટ્સમાં રિયલ એસ્ટેટ એસેટ્સ, એન્ટરપ્રાઈસ અને ડાટા સેન્ટર બિઝનેસ સહિતનો સમાવેશ છે જે માટે રૂ.16000 કરોડ જેટલી રકમની બીડ મળી છે.

જ્યારે અનિલ અંબાણીના મોટા ભાઈ અને રિલાયન્સ જિયોના મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે રૂ.3609 કરોડની ઓફર સાથે સૌથી મોટા બીડર તરીકે ઊભરી આવ્યા હતા. જે એસેટ્સમાં ભારતના 22 ટેલીકોમ સર્કલોમાં 14માં 850 મેગાહર્ટઝ બેન્ડમાં એરવેવઝનો સમાવેશ છે અને ઈન્ફ્રાટેલ પાસે 43,000 જેટલી ટેલીકોમ ટાવરો, ઓપ્ટિક ફાઈબર લાઈન્સ અને ડાટા સેન્ટરો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana

BIG NEWS / ફરી વાર ધ્રુજી ગુજરાતની ધરા, 4.2 ની તીવ્રતાના આંચકાથી કચ્છ હલબલી ઉઠ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!