સસ્તામાં ખરીદો મકાન અને દુકાન, SBI કરી રહી છે 1000 પ્રોપર્ટીની હરાજી

સસ્તામાં ઘર કે કમર્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓ માટે એક સોનેરી તક છે. હકીકતમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દેશભરમાં એક હજારથી પણ વધુ પ્રોપર્ટીનું મેગા ઑક્શન કરી રહી છે. આ ઇ-હરાજી 10 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. હરાજીમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટી સામેલ છે.

તેના માટે કમારે એસબીઆઇની વેબસાઇટ http://www.sbi.auctiontiger.net પર જઇને રજીસ્ટ્રેશન કરી ઇ-ઑક્શનમાં ભાગ લેવાનો રહેશે. જણાવી દઇએ કે એસબીઆઇ બેન્ક ડિફોલ્ટર પાસેથી પોતાની રકમ વસૂલવા માટે આ પ્રોપર્ટીની હજારી કરી રહી છે.

એસબીઆઇએ જણાવ્યા અનુસાર પ્રોપર્ટીની હરાજીમાં પારદર્શક પ્રક્રિયા કરવામાં આવશે. સાથે જ તમને પ્રોપર્ટી ફ્રી હોલ્ડ અને લીઝ હોલ્ડ વિશે પણ જાણકારી મળશે.

આ રીતે થશે હરાજીની પ્રક્રિયા

ઇ-હરાજીમાં ભાગ લેવા માટે તમારે તમારી પ્રોપર્ટ સંબંધિત અર્નેસ્ટ મની ડિપોઝીટ (EMD) કરવાનું રહેશે. આ ઉપરાંત સંબંધિત બેન્ક બ્રાન્ચમાં કેવાયસી ડોક્યૂમેન્ટ આપવાના રહેશે તથા તમારી ડિજિટલ સિગ્નેચર પણ હોવા જોઇએ.

EMD અને કેવાયસી ડોક્યૂમેન્ટ જમા કર્યા બાદ બેન્ક તરફથી બિડરે ઇ-ઑક્શન માટે અ-મેલ આઇડી મોકલવામાં આવશે. હરાજી દરમિયાન તમે લૉગઇન કરીને તે પ્રોપર્ટી માટે બોલી લગાવીને તેને ખરીદી શકે છે. આ ઉપરાંત વધુ માહિતી માટે તમે https://www.bankeauctions.com/sbi પર વધુ જાણકારી મેળવી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter