GSTV

અહીં મળી રહી છે સસ્તામાં લક્ઝરી ગાડીથી લઇ મકાન-દુકાન અને પલોન ખરીદવાની તક, જાણો સમગ્ર પ્રક્રિયા

મકાન

Last Updated on March 3, 2021 by Mansi Patel

મકાન ખરીદવા ઈચ્છો કે દુકાન, અથવા ઘર માટે ખરીદવા માંગો છો, કોઈ સારો પ્લોટ. એવું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા સવાલ મગજમાં આવે છે, શું આપડી પાસે પર્યાપ્ત નાણાં છે ? આવું છે તો એસબીઆઈ તમારા માટે મોટો અવસર લઇને આવી છે. એસબીઆઈ પાંચ માર્ચથી મેગા ઈ-હરાજી (SBI Bank Mega E-Auction) શરુ કરી રહી છે. આ મેગા ઈ-ઓક્સનમાં ભાગ લઇ તમે ઘણી ઓછી રકમમાં મકાન, દુકાન અથવા પ્લોટ ખરીદી શકો છો. એટલું જ નહિ, આ ઈ-ઓક્સન દ્વારા તમે ગાડીઓ, પ્લાન્ટ-મશીનરી સહીત અન્ય વસ્તુઓ ખરીદી શકો છો.

કઈ પ્રોપર્ટીનું થાય છે વેચાણ ?

sbi

SBIએ મેગા ઓક્શન અંગે ટ્વીટર પર જાણકારી આપી છે. એ મુજબ, આ ઈ-હરાજીમાં ભાગ લઇ તમે સૂચિબદ્ધ સામાન અને મકાન, સુકાન અથવા પ્લોટની બોલી લગાવી સસ્તામાં પોતાની જરૂરત પુરી કરી શકો છો.

રિપોર્ટ મુજબ, આ ઈ-હરાજીમાં રેસીડેન્સીયલ, ઈન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ અને એગ્રિકલ્ચર પ્રોપર્ટી સામેલ છે. જણાવી દઈએ કે ઈ-ઓક્શનમાં એ તમામ વસ્તુઓ અથવા પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે, જે લોકોએ લોન અથવા એવઝમાં બેન્ક પાસે ગીરો રાખ્યું હતું. લોન ચૂકવી ન શકતા હોવાના કારણે બેન્ક આ પ્રોપર્ટીને જપ્ત કરી લે છે અને ફરી રીકવરી માટે એમની નીલામી કરવામાં આવે છે.

આ રીતે સમજો પુરી પ્રોસેસ

જનધન

બેન્ક તરફથી લોકોએ એમની જરૂરત મુજબ લોન આપવામાં આવે છે. એના માટે બેન્ક એમની આવસીય સંપત્તિ અથવા વ્યવસાયિક સંપત્તિ વગેરે ગીરો મૂકે છે. જો લોન લેનાર વ્યક્તિ તે ચૂકવી નથી શકતો તો બેન્ક વસૂલી માટે એમને સંબંધિત સંપત્તિઓની હરાજી કરે છે.

એસબીઆઈ સંબંધિત શાખા અખબારો અને મીડિયાના અન્ય માધ્યમો દ્વારા વિજ્ઞાપન પ્રકાશિત કરાવે છે. આ વિજ્ઞાપનમાં સંપત્તિઓની હરાજીથી જોડાયેલ જાણકારી આપવામાં આવે છે. બંધક સંપત્તિ ઉપરાંત બેન્ક કોર્ટ તરફથી કુર્ક કરવામાં આવેલી સંપત્તિઓની પણ હરાજી કરે છે. હરાજી માટે સાર્વજનિક સૂચના તમામ જાણકારી ઉપલબ્ધ રહે છે. એ છતાં તારે ઈચ્છો તો હરાજી વાળી સંપત્તિઓનું નિરીક્ષણ પણ કરી શકે છે.

E-Auctionમાં ભાગ લેવા માટે શું છે પાત્રતા

  • ઈ-હરાજીની નોટિસમાં આપવામાં આવેલી સંબંધિત સંપત્તિ માટે EMD એટલે અર્નેસ્ટ મની જમા
  • સંબંધિત બેન્ક શાખામાં કેવાયસી ડોક્યુમેન્ટ્સ’ બતાવું પડશે
  • હરાજીમાં સામેલ થનારા લોકો પાસે ડિજિટલ સિગ્નેચર હોવું જોઈએ. ન થાય તો એના માટે ઈ-હરાજીકર્તા અથવા કોઈ અન્ય અધિકૃત એજન્સી સાથે સંપર્ક કરી શકાય.
  • સંબંધિત બેન્ક શાખામાં એએમડી જમા કરવા અને કેવાયસી ડોક્યુમેન્ટ્સ બતાવ્યા પછી બોલી લગાવવા વાળા મેલ આઈડી પર ઈ-હરાજીકર્તા લોગીન આઈડી અને પાસવર્ડ મોકલશે
  • હરાજીના નિયમ અનુસાર ઈ -નીલામીના દિવસે સમય પર લોગ-ઈન બોલી લગાવી શકો છો.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!