GSTV
Business Trending

SBI: આજે અંતિમ તક, કરી લો આ કામ નહી તો બંધ થઇ જશે તમારુ એકાઉન્ટ

જો તમે ભારતીય સ્ટેટ બેન્કના ગ્રાહક હોવ અને તમે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતાં હોય તો તમારો મોબાઇલ નંબર બેન્કમાં રજીસ્ટર કરાવી દો. એસબીઆઇ ખાતાધારકો માટે આજે એટલે કે શુક્રવારે અંતિમ તક છે કે તે પોતાના ખાતાને લઇને કેટલાંક જરૂરી સુધારા કરાવી લે નહી તો શનિવારથી નવા મહિનાની શરૂઆત સાથે અનેક સુવિધાઓ બંધ થઇ જશે.


એસબીઆઇ 1 ડિસેમ્બરથી 3 નિયમોમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે. બેન્કે મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેટ બેન્કિંગ ગ્રાહકોને બેન્કમાં મોબાઇલ નંબર રજીસ્ટર કરાવાનું કહ્યું છે. આ તમામ ગ્રાહકોએ 30 નવેમ્બર પહેલા પોતાનો મોબાઇલ નંબર બેન્કમાં રજીસ્ટર કરાવાનો રહેશે.


બંધ થઇ શકે છે તમારુ ખાતુ


જો નિર્ધારિત સમય મર્યાદામાં તમે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર નહી કરાવ્યો હોય તો બેન્ક તકફથી તમારુ એકાઉન્ટ 1 ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. તેવામાં તમે એકાઉન્ટમાંથી કોઇ ટ્રાન્જેક્શન નહી કરી શકો.


બેન્કે વેબસાઇટ પર જણાવ્યું છે કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન હેઠળ જો તમે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો પ્રયોગ કરતા હોય તો તમારે બેન્કમાં તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવો પડશે.


રિઝર્વ બેન્કે આપ્યા હતાં આદેશ


ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે તાજેતરમાં જ કોમર્શિયલ બેન્કો માટે ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ પ્રયોગ કરનાર ગ્રાહકોને પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટર કરવા કહે જેથી કોઇપણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્જેક્શન પર તેમને એસએમએસ દ્વારા એલર્ટ મોકલી શકાય.

Read Also

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV