GSTV
Gujarat Government Advertisement

SBI ગ્રાહકો માટે ખુશખબર: EMIમાં રાહત બાદ બેન્ક શરૂ કરવા જઇ રહી છે આ સ્કીમ,જાણી લો ફાયદામાં રહેશો

sbi

Last Updated on September 16, 2020 by pratik shah

ભારતીય સ્ટેટ બેન્ક (SBI) પોતાની તમામ રિટેલ લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા જઇ રહી છે. એક અહેવાલ અનુસાર, આ પોર્ટલ દ્વારા લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરી શકશે. તેમાં રિસ્ટ્રક્ચરિંગ માટે પાત્રતા પણ જોઇ શકાશે. આ પોર્ટલ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે તેવી આશા છે.

ગ્રાહકો જાણી શકશે તેની પાત્રતા

તેમાં સૂચનો આપવામાં આવશે. ગ્રાહક જાણી શકશે કે તે તેના માટે યોગ્ય છે કે નહી. આ સમયગાળો 6 મહિનાથી લઇને 2 વર્ષનો હોઇ શકે છે. SBIના ગ્રાહકોની સંખ્યા 2 કરોડ છે. આ દેશની સૌથી મોટી બેન્ક છે. જો કે બેન્ક કોર્પોરેટ અને MSME ગ્રાહકો પાસેથી લોન રીસ્ટ્રક્ટરિંગની અરજી બ્રાન્ચોથી સ્વીકારવાનું ચાલુ રાખશે.

SBIના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, અમારા 30 લાખ હોમ લોન કસ્ટમર છે. જો કોઇ પાત્રતા ચેક કરવા માગે તો તે સંપૂર્ણ રીતે ઓટોમેટિક હશે. અમે આ પ્રક્રિયાને મેન્યુઅલી ન કરી શકીએ. તેમણે જણાવ્યું કે, સિસ્ટમ તમારી વર્તમાન ઇનકમ અને આગામી કેટલાક મહિનાઓમાં અપેક્ષિત ઇનકમને ચેક કરશે. તેના આધારે તે 12 મહિનાથી બે વર્ષ સુધી મોરેટોરિયમના સૂચન આપશે. અમારી યોજના તેને 22થી 24 સપ્ટેમ્બર સુધી શરૂ કરવાની છે.

રિસ્ટ્રક્ચરિંગમાં લોનની રિપેમેન્ટનો સમયગાળો વધારી શકાય છે. આ ઉપરાંત બેન્ક નિશ્વિત શરતો અંતર્ગત વ્યાજ ચૂકવણીની ફ્રીકવન્સીમાં બદલાવ કરી શકે છે. આ દરેક મામલે અલગ હોઇ શકે છે. રિસ્ટ્રક્ચરિંગનો વિકલ્પ એકદમ છેલ્લે પસંદ કરવામાં આવે છે. આવુ ત્યારે કરવામાં આવે છે જ્યારે લોન લેનાર તરફથી ડિફોલ્ટનું જોખમ થઇ જાય છે. કોરોના મહામારીએ ઘણા લોકો સામે આવી જ પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. તેનાથી લોકોના દેવાની ચૂકવણીની ક્ષમતા પર અસર પડી છે.

SBI

જૂનના અંત સુધી બેન્કની લોન બુકનો દસમો હિસ્સો મોરેટોરિયમ અંતર્ગત હતો. મેની તુલનામાં તેમાં 21.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિટેલ સેગમેન્ટમાં આશરે 90 લાખ કસ્ટમરે મોરેટોરિયમ લીધુ છે. તેનાથી 6.5 લાખ કરોડ રૂપિયાની રકમ જોડાયેલી છે. બેન્કિંગ સેક્ટર પર નજર રાખતા વિશ્લેષકોનો અંદાજ છે કે રીસ્ટ્રક્ચરિંગ માટે ઘણી માંગ થવાની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Travel Insurance શું છે? જો તમે કોઈ ટૂરની યોજના બનાવી લીધી છે અથવા રવાના થવાની તૈયારીમાં છો, તો જાણી લો કે આ શા માટે મહત્વપૂર્ણ છે

Vishvesh Dave

આરોપ-પ્રત્યારોપ / મમતા બેનર્જીએ ભાજપને ગણાવી મહામારી, કોરોનાની બીજી લહેર માટે મોદી સરકાર જવાબદાર

Zainul Ansari

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે, અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ દિલ્હી પ્રવાસે: થશે કંઈક નવા જૂની

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!