GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

લૉકડાઉનમાં SBI આપી રહી છે લોન, ફક્ત 4 સ્ટેપમાં મળી જશે રકમ

SBI

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન લાગુ છે. લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ પર ઘણી અસર થઇ છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે બેન્કો તરફથી અનેક પ્રકારની લોન આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ SBIએ નાના વેપારીઓ માટે ઇમરજન્સી લોનની રજૂઆત કરી છે. આવી લોન પર છ મહિના સુધી કોઇ ઇએમઆઇ નહી આપવી પડે. તેના આગામી છ મહિનાથી 7.25 ટકાના રાહત દરે લોન ચુકવવાની રહેશે. સાથે જ પર્સનલ લોન અને અન્ય પ્રકારની રિટેલ લોન આપવા માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.

SBI 2

SBIની પ્રી અપ્રુવ્ડ પર્સનલ લોન

SBIના ગ્રાહક ફક્ત 4 ક્લિકમાં પ્રી અપ્રુવ્ડ પર્સનલ લોન મેળવી શકે છે. SBI પોતાની YONO APP દ્વારા આ સુવિધા આપી રહી છે. આ લોન માટે અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાકમાં ગમે તે સમયે અરજી કરી શકાય છે.

આ ઉપરાંત પ્રોસેસિંગ ફીસ પણ ખૂબ જ ઓછી લાગશે. લોન માટે અપ્લાય કરતાં પહેલાં તમે Eligibility પણ ચેક કરી શકો છો. તેનાથી તમે જાણી શકો છો કે તમે લોન માટે યોગ્ય છો કે નહી.

તેના માટે તમારે “ PAPL <એકાઉન્ટ નંબરના છેલ્લા 4 આંકડા>” લખીને 567676 નંબર પર એસએમએસ મોકલવાનો રહેશે. તે બાદ તમને મેસેજમાં જણાવી દેવામાં આવશે કે તમે લોન મેળવવાને પાત્ર છો કે નહી. યોગ્ય ગ્રાહકને ફક્ત 4 સ્ટેપમાં લોન મળી જશે.

SBI

સ્ટેપ 1- SBI YONO એપ ડાઉનલોડ કરી લોગઇન કરો.

સ્ટેપ 2- એપમાં Avail Now પર ક્લિક કરો.

સ્ટેપ 3- તે બાદ ટેન્યોર અને અમાઉન્ટ સિલેક્ટ કરો.

સ્ટેપ 4- તે બાદ રજીસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કર્યા બાદ અમાઉન્ટ તમારી બેન્ક એકાઉન્ટમાં આવી જશે.

લોન માટે અપ્લાય કરતાં પહેલાં વ્યાજ દર સહિત અન્ય જરૂરી શરતોને આધિન લોન લેવાની રહેશે. SBIની વેબસાઇટ https://bank.sbi/web/personal-banking/loans/personal-loans/pre-approved-personal-loans પર વીઝીટ કરીને વધી માહિતી મેળવી શકો છો.

Read Also

Related posts

અનલોક-1: સુરતના આ રૂટ પર આજથી દોડશે BRTS, રિક્ષામાં બે મુસાફરો બેસાડી શકાશે

Bansari

આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલિસકર્મી કોરોના પોઝિટિવ, 26ના મોત

Ankita Trada

શ્રમિકોની વતન વાપસીની અસર: 871 એકમો શરૂ કરવા લીલી ઝંડી, પણ શરૂ થયા આટલા જ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!