GSTV
Home » News » SBI ગ્રાહકોને આપી ભેટ, મે મહિનાથી શરૂ કરશે આ ખાસ સેવા

SBI ગ્રાહકોને આપી ભેટ, મે મહિનાથી શરૂ કરશે આ ખાસ સેવા

sbi fraud

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ ગ્રાહકોની સુવિધા માટે હોમ અને ઓટો લોન પર લગાવાતાં વ્યાજની વ્યવસ્થા બદલી દીધી છે. અર્થ સ્પષ્ટ છે કે હવે આરબીઆઈના રેપો રેટ (વ્યાજ દરો) ઘટાડવાના તાત્કાલીક બાદ બેંક પોતાના વ્યાજ દરો ઓછા કરી દેશે. બીજી તરફ, વધારતાં તે તરત જ વધી જશે. આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પોતાની પોલિસીમાં આ નિયમ બદલવાનો નિર્ણય લીધો હતો.

એસબીઆઈએ મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું કે નવા દરો 1 મેથી પ્રભાવી થશે. આ પગલાથી રિઝર્વ બેંકના નીતિગત દર (રેપો રેટ)માં કાપનો ફાયદો તાત્કાલીક અસરથી ગ્રાહકોને મળશે. રિઝર્વ બેંક, બેંકોની સાથે વારંવાર આ મુદ્દાને ઉઠાવતી રહી છે કે તેઓ જેટલો રેપો રેટ ઘટાડે છે, બેંક તેનો લાભ પોતાના ગ્રાહકોને નથી આપતી.

એસબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર ત્વરિત રીતે ગ્રાહકોને આપવાના મુદ્દાના ઉકેલ માટે 1 મે 2019થી અમે બચત બેંક જમા તથા ટૂંકા સમયની લોન માટે વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટથી જોડવાનો નિર્ણય કર્યો છે.

આ પગલાથી તમામ જમાકર્તાઓને લાભ નહીં મળે, કારણ કે નવા દર તે જ ખાતાઓ પર લાગુ થશે જેના ખાતામાં એક લાખ રૂપિયાથી વધુ રકમ જમા હશે. રેપો રેટ હાલમાં 6.25 ટકા છે. કેન્દ્રીય બેંકે 7 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.


બેંકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ એક લાખ રૂપિયાથી વધુ જમા પર વ્યાજને રેપો રેટ સાથે જોડશે. હાલ તેની પર વ્યાજ 3.5 ટકા છે જે હાલના રેપો રેટથી 2.75 ટકા ઓછું છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જે ગ્રાહકોના ખાતામાં એક લાખ રૂપિયા હશે, તેમને જ ફાયદો મળશે.

બેંકે તમામ કેશ લોન એકાઉન્ટ અને એક લાખ રૂપિયાથી વધુના ઓવરડ્રાફ્ટ સીમાવાળા એકાઉન્ટને પણ રેપો રેટ જમા 2.25 ટકાના દરથી જોડી દીધા છે.

આરબીઆઇએ પોતાની પોલીસીમાં આ નિયમ બદલવાનો નિર્ણય લીધો હતો. એસબીઆઇના આ પગલાંથી આરબીઆઇ રેપો રેટમાં ઘટાડા કે વધારાને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા જલ્દી થઇ થઇ જશે. બેન્ક અત્યાર સુધી આરબીઆઇના દરોમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને તરત જ આપતાં ન હતાં જેના પર આરબીઆઇએ અનેકવાર નારાજગી વ્યક્ત કરી હતી.

Read Also

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!