GSTV
Gujarat Government Advertisement

ફાયદો / કોરોનાના દર્દીઓને SBI બેંક આ રીતે કરશે આર્થિક મદદ, જાણો કઇ રીતે તેનો લાભ ઉઠાવી શકશો

SBI

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

કોરોના મહામારીમાં લોકોને આર્થિક મદદ કરવા માટે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ આજે ​​’kavach personal loan’ ને લોન્ચ કરી છે. તેનો ફાયદો માત્ર કોરોનાના દર્દીઓ પોતાના અને પોતાના પરિવારજનોની સારવાર માટે લઈ શકે છે. આ પર્સનલ લોન 5 લાખ સુધીની હોઇ શકે છે અને વ્યાજ દર ફક્ત 8.5% હશે.

personal loan

કવચ પર્સનલ લોન એસ.બી.આઇ.ના પ્રમુખ દિનેશ ખારાએ લોન્ચ કરી છે. આ લોન 25 હજારથી 5 લાખ સુધીની હશે અને લોનની મુદત 5 વર્ષની હોઈ શકે છે. વ્યાજ દર ફક્ત 8.5 ટકા રહેશે. તેમાં ત્રણ મહિનાની મુદત પણ શામેલ છે. મુદત અવધિ દરમિયાન ઇએમઆઈ જમા નહીં કરવા બદલ બેંક તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે.

કોલેટ્રલ ફ્રી હશે આ લોન

આ લોન કોલેટ્રેલ ફ્રી હશે. મતલબ એવો છે કે બેન્ક આ લોનના બદલે કંઈ ઉધાર નહીં માંગે, પર્સનલ લોનની કેટેગરીમાં આ સૌથી સસ્તુ પ્રોડક્ટ છે. બેન્કે જણાવ્યું કે આ સ્કિમ અંતર્ગત કોરોનાની સારવાર પર જો તમે પહોલા કંઈ ખર્ચ કરો છો અને તેનું રિવર્સમેન્ટ લો છો તો તે પણ શામેલ થશે. આ મામલે પર દિનેશ ખારાએ જણાવ્યું કે જે લોકો કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. તેમની આર્થિક મદદમાટે આ લોનની શરૂઆત કરવામાં આવી છે.

sbi

સેલરીધારકો અને નોન-સેલરાઈડ બન્ને માટે આ લોન ઉપલબ્ધ થશે

આ લોન સેલરીડ અને નોન સેલરીડ બન્નેને ખાનગી રીતે ઉપલબ્ધ રહેશે. બેન્કિંગ એક્સપર્ટ અશ્વિની રાણાએ જણાવ્યું કે આવી લોન માટે આવેદન ઓફલાઈન કરવામાં આવે છે. આ સુવિધા હાલમાંતો ઓનલાઈન ઉપલ્બધ નથી. પરંતુ જો કોઈ આ લોન લેવા ઈચ્છે તો તેના માટે બેન્ક બ્રાન્ચમાં જઈને સંપર્ક કરવો પડશે.

30 મેના રોજ યોજાયેલી બેઠકમાં લેવાયો હતો નિર્ણય

તમને જણાવી દઈએ કે, 30 મેના રોજ sbi ચીફ દિનેર ખારા અને ઇન્ડિયન બેંક એસોસિએશનના અધ્યક્ષ રાજ કિરણ રાયની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોવિડ સ્પેશિયલ લોન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. SBI ના પ્રમુખએ એ જ સમયે કહ્યું હતું કે, SBI આ લોનને 8.5 ટકાના દરે વિતરણ કરશે.

kavach personal loan

ઓછામાં ઓછાં 25 હજાર લેવા પડશે

હાલમાં, અન્ય બેંક આ લોન પર કેટલું વ્યાજ ચાર્જ કરશે, તે નિર્ણય તેમનો હશે. જો કે કોવિડ પર્સનલ લોનને જાહેર ક્ષેત્રની બેંકોના બોર્ડ પહેલાં જ મંજૂરી મળી ચૂકી છે. લોનની મિનિમમ રકમ રૂપિયા 25,000 હશે અને મહત્તમ રકમ રૂપિયા 5 લાખ હશે. એસબીઆઈ પ્રથમ એવી બેંક છે કે, જેઓએ આ લોન યોજનાની જાહેરાત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં પાંચ દિવસ વરસશે ભારે વરસાદ: ખેડૂતોમાં જોવા મળી ખુશી

pratik shah

સમગ્ર વિશ્વમાં 40 લાખથી પણ વધુ લોકોને ભરખી ગયો ઘાતક વાયરસ, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

pratik shah

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!