GSTV

કામની વાત/ SBIએ લોન્ચ કરી આરોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન : જાણો શું છે તેની ખાસિયત, 10 લાખથી 100 કરોડની મળશે લોન

SBI

Last Updated on June 25, 2021 by Karan

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) એ ગુરુવારે કોરોના મહામારી વચ્ચે દેશમાં આરોગ્ય સેવા ક્ષેત્રે વધુ ટેકો પૂરો પાડવા માટે આરોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન શરૂ કરી. આ નવા પ્રોડક્ટ અંતર્ગત, હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ, પેથોલોજી લેબ્સ, ઉત્પાદકો, સપ્લાયર્સ, આયાતકારો, લોજિસ્ટિક્સ કંપનીઓ જેવી કે આરોગ્ય સંભાળમાં સામેલ આખી સિસ્ટમને રૂ. 100 કરોડ સુધીની લોન (ભૌગોલિક સ્થાન અનુસાર) પૂરી પાડવામાં આવશે. આ લોન 10 વર્ષમાં પરત કરી શકાય છે.

કયા ક્ષેત્રોમાં કેટલી લોન અપાશે?

SBI ના જણાવ્યા અનુસાર, આરોગ્યમ લોન વિસ્તાર અથવા આધુનિકીકરણ માટે ટર્મ લોન તરીકે અથવા રોકડ ક્રેડિટ, બેંક ગેરંટી / ક્રેડિટ ઓફ લેટર જેવી વર્કિંગ કેપિટલ સુવિધાઓના રૂપમાં મેળવી શકાય છે. મેટ્રો સેન્ટરોમાં આયોગ્યમ હેઠળ ટિયર 2 માં 100 કરોડ સુધીની લોન, શહેરી કેન્દ્રોમાં 20 કરોડ રૂપિયા અને ટિયર 2 થી ટિયર 6 સેન્ટરોમાં 10 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.

ઉપરાંત, 2 કરોડ રૂપિયા સુધીની લોન મેળવનાર લાભાર્થી સંસ્થાઓ / લોન લેતી કંપનીઓએ લોન સામે કોલેટરલ અથવા કોઈ સુરક્ષા આપવી પડશે નહીં, કારણ કે લોન ક્રેડિટ ગેરેન્ટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) ગેરંટી યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

SBI

કોરોના મહામારીના કારણે કરાઇ લોન્ચ

આ નવા પ્રોડકટનો પ્રારંભ કરતાં SBI ના અધ્યક્ષ દિનેશ ખારાએ જણાવ્યું હતું કે અમારી હેલ્થકેર સિસ્ટમ છેલ્લા એક વર્ષથી મહામારી વચ્ચે દેશને અવિરત અને અભૂતપૂર્વ સહાય પૂરી પાડે છે. COVID-19 ના પગલે તેમના યોગદાનને ઓળખી અને માન્યતા આપીને, અમે તેમના માટે આયોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન લોન્ચ કરતાં આનંદ અનુભવીએ છીએ.

લોનની વિશેષતા શું છે

  • અનોખી આરોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન દેશની હેલ્થકેર સિસ્ટમને ટેકો આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે
  • નવી લોન કેશ ક્રેડિટ, ટર્મ લોન, બેંક ગેરંટી, લેટર ઓફ ક્રેડિટ દ્વારા મેળવી શકાય છે
  • લોનની રકમ ઓછામાં ઓછી 10 લાખથી મહત્તમ 100 કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.
  • લોનની રકમ 10 વર્ષમાં ચૂકવી શકાય છે
  • સીજીટીએમએસઇ ગેરંટી યોજના અંતર્ગત રૂ. 2 કરોડ સુધીની લોન આવરી લેવામાં આવશે.
લોન

અમને વિશ્વાસ છે કે આ વિશેષ લોન ઉત્પાદન હાલની સુવિધાઓના વિસ્તરણ / આધુનિકીકરણ અને નવી સુવિધાઓના નિર્માણન સક્ષમ બનાવવા માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડશે, એમ તેમણે ઉમેર્યું. આરોગ્યમ હેલ્થકેર બિઝનેસ લોન સાથેનો અમારો પ્રયાસ એ દેશભરમાં હેલ્થકેરના માળખાને મજબૂત બનાવવાની દિશામાં એક પગલું છે. આર.બી.આઇ. દ્વારા જાહેર કરાયેલ કોવિડ રાહત પગલાના ભાગ રૂપે, આર.બી.આઇ. દ્વારા જાહેર કરાયેલ કોવિડ લોન બુક હેઠળ આરોગ્ય હેલ્થકેર બિઝનેસ લોન પાત્ર રહેશે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!