GSTV

કોરોનાની સારવાર માટે SBI આપી રહી છે 5 લાખ રૂપિયાની લોન! કેવી રીતે મળશે આ સુવિધા, જાણો તેના વિશે ડિટેલમાં

Last Updated on June 15, 2021 by Zainul Ansari

કોરોના મહામારીમાં લોકોને આર્થિક મદદ કરવા માટે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ ’કવચ પર્સનલ લોન’ને લોન્ચ કરી છે. તેનો ફાયદો માત્ર કોરોનાના દર્દીઓ પોતાના અને પોતાના પરિવારજનોની સારવાર માટે લઈ શકે છે. આ પર્સનલ લોન 5 લાખ સુધીની હોઇ શકે છે અને વ્યાજ દર ફક્ત 8.5% હશે.

sbi

કેટલી લોન મળશે, વ્યાજ કેટલુ આપવુ પડશે?

કવચ પર્સનલ લોન એસ.બી.આઇ.ના પ્રમુખ દિનેશ ખારાએ લોન્ચ કરી છે. આ લોન 25 હજારથી 5 લાખ સુધીની હશે અને લોનની મુદત 5 વર્ષની હોઈ શકે છે. વ્યાજ દર ફક્ત 8.5 ટકા રહેશે. તેમાં ત્રણ મહિનાની મુદત પણ શામેલ છે. મુદત અવધિ દરમિયાન ઇએમઆઈ જમા નહીં કરવા બદલ બેંક તમારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે.

ન્યૂનતમ 25 હજારની લોન લેવી પડશે

હાલમાં, અન્ય બેંક આ લોન પર કેટલું વ્યાજ ચાર્જ કરશે, તે નિર્ણય તેમનો હશે. જો કે કોવિડ પર્સનલ લોનને જાહેર ક્ષેત્રની બેંકોના બોર્ડ પહેલાં જ મંજૂરી મળી ચૂકી છે. લોનની મિનિમમ રકમ રૂપિયા 25,000 હશે અને મહત્તમ રકમ રૂપિયા 5 લાખ હશે. એસબીઆઈ પ્રથમ એવી બેંક છે કે, જેઓએ આ લોન યોજનાની જાહેરાત કરી છે.

કોલેટ્રલ ફ્રી હશે આ લોન

આ લોન કોલેટ્રેલ ફ્રી હશે. મતલબ એવો છે કે બેન્ક આ લોનના બદલે કંઈ ઉધાર નહીં માંગે, પર્સનલ લોનની કેટેગરીમાં આ સૌથી સસ્તુ પ્રોડક્ટ છે. બેન્કે જણાવ્યું કે આ સ્કિમ અંતર્ગત કોરોનાની સારવાર પર જો તમે પહોલા કંઈ ખર્ચ કરો છો અને તેનું રિવર્સમેન્ટ લો છો તો તે પણ શામેલ થશે. આ મામલે પર દિનેશ ખારાએ જણાવ્યું કે જે લોકો કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. તેમની આર્થિક મદદમાટે આ લોનની શરૂઆત કરવામાં આવી છે.

સેલરીધારકો અને નોન-સેલરાઈડ બન્ને માટે આ લોન ઉપલબ્ધ થશે

આ લોન સેલરીડ અને નોન સેલરીડ બન્નેને ખાનગી રીતે ઉપલબ્ધ રહેશે. બેન્કિંગ એક્સપર્ટ અશ્વિની રાણાએ જણાવ્યું કે આવી લોન માટે આવેદન ઓફલાઈન કરવામાં આવે છે. આ સુવિધા હાલમાંતો ઓનલાઈન ઉપલ્બધ નથી. પરંતુ જો કોઈ આ લોન લેવા ઈચ્છે તો તેના માટે બેન્ક બ્રાન્ચમાં જઈને સંપર્ક કરવો પડશે.

salary

ક્યાથી મળશે લોન

લોન SBI બ્રાન્ચની સાથે ડિજીટલ ચેનલ (યોનો)ના માધ્યમ પર ઉપલબ્ધ છે. SBI યોનો એપના માધ્યમથી 24×7 આધારે તેની સુવિધા મુજબ તરત પ્રી-એપ્રુવ્ડ પર્સનલ લોન મેળવી શકે છે.

Read Also

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!