GSTV

નવરાત્રિમાં SBIની જોરદાર અોફર, અેક કાર ખરીદો બીજી કાર મળશે ફ્રી

Last Updated on October 15, 2018 by Karan

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) નવરાત્રીના અવસર પર પોતાના ગ્રાહકો માટે ભેટ લઈને આવી છે. એસબીઆઈમાં એકાઉન્ટ ઘરાવતા લોકો માટે ખાસ ઓફર છે. એસબીઆઈએ ટ્વીટ કરીને આ વિશેની જાણકારી આપી હતી. આ ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક એસબીઆઈના યુનો એપથી પેમેન્ટ કરીને હ્યુન્ડાઈની હાલમાં લોન્ચ થયેલી સેન્ટ્રો બુક કરાવે તો તેને એક કાર સાથે એક બીજી કાર ફ્રી મળશે. એટલે કે આ ઓફરથી હ્યુન્ડાઈની સેન્ટ્રોના બુકીંગ પર હ્યુન્ડાઈની આઈ-10 જીતી શકો છો.

આ ઓફરનો લાભ 24 ઓક્ટોબર પહેલા લઈ શકો છો. હ્યુન્ડાઈની સેન્ટ્રો કાર ખરીદવા પર બીજી એક ઓફરમાં તમે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. એસબીઆઈએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું કે, રોકાણકારો પાસે ગોલ્ડ બોન્ડ રોકાણ કરવાની તક છે. 15 ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દર મહિને બોન્ડ જારી કરવામાં આવનાર છે. પહેલા ચરણમાં 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર વચ્ચે બોન્ડ સબસ્ક્રાઈબ કરી શકો છો. જો કે, આ બોન્ડ 23 ઓક્ટોબરથી જારી થશે.

ઈન્ડિયન બુલિયન એન્ડ જુલર્સ એસોસિએશન દ્રારા નક્કી કરાયેલ 99.9 ટકા શુદ્ધ સોનું ત્રણ દિવસની સમાન કિંમત રહેશે. જો કે, ઓનલાઈન બોન્ડ સબસ્ક્રાઈબ કરવા અને ડિજિટલ મોડથી પેમેન્ટ કરવાવાળા ગ્રાહકોને પ્રતિગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બોન્ડ ખરીદી કરવા માટે રોકાણકારો ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. આના સિવાય કેશ પેમેન્ટની સુવિધા પણ મળશે, પરંતુ આવી સ્થિતિમાં તે વધુમાં વધુ 20,000 રૂપિયાની કિંમતના બોન્ડ ખરીદી શકે છે

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!