GSTV

જલ્દી કરો! SBI ડૉક્યૂમેન્ટ વગર 3 મિનિટમાં આપી રહી છે 50 હજાર રૂપિયાની લોન, તમે પણ આ રીતે ઉઠાવો ફાયદો

જો તમે કોઈ નાના-મોટો બિઝનેસ કરવા માગો છો અને તમને તરત જ પૈસાની જરૂરિયાત છે તો મુદ્રા લોન તમારા માટે મોટી કારગર સાબિત થઈ શકે છે. જે લોકોની પાસે સ્ટેટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટ છે, તે SBI માંથી 50 હજાર રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન લઈ શકે છે. e-MUDRA લોનની સૌથી સારી વાત એ છે કે, તે માટે તમારે બેન્કની શાખામાં જવાની જરૂરિયાત નથી. તે માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. SBI પોતાના ગ્રાહકોને કોઈપણ પ્રકારના ડૉક્યૂમેન્ટના માત્ર 3 મિનિટમાં 50 હજાર રૂપિયા સુધીની e-MUDRA Loan આપી રહી છે.

નાના વેપારી 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે

તમને જણાવી દઈએ કે, e-MUDRA Loan માત્ર લઘુ ઉદ્યમિયોને આપવામાં આવે છે. તે માટે તમારી પાસે ઓછામાં ઓછા SBI બેન્કમાં 6 મહિના જૂનુ અથવા બચત ખાતુ હોવુ જરૂરી છે. e-MUDRA Loan લોનનો મેક્સિમમ સમયગાળો 5 વર્ષ હોય છે, પરંતુ જો તમે 50 હજાર રૂપિયાથી વધુની લોન લેવા માગો છો તો, તે માટે તમે બેન્કની શાખામાં જઈ શકશો અને જરૂરી પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવાની રહેશે. તે માટે તમારે ડૉક્યૂમેન્ટ્સ પણ આપવાના રહેશે અને બિઝનેસની માહિતી પણ આપવાની રહેશે. e-MUDRA Loan ની હેઠળ નાના વેપારી 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે, પરંતુ તે માટે આ ડૉક્યૂમેન્ટ્સની કોઈ જરૂરિયાત રહેશે.

આ ડૉક્યૂમેન્ટ્સ રાખો તૈયાર

50 હજારથી વધુની ઇ-મુદ્રા લોન માટે અરજી કરતા પહેલા પોતાનું બચત ખાતું અથવા ચાલુ ખાતાનો નંબર અને શાખા બ્રાંતની વિગતો તૈયાર રાખો. તે સિવાય તમે જે પણ ધંધો અથા વ્યવસાય ચલાવો છો તેનું પ્રમાણપત્ર પણ આવશ્યક છે. તમારા બેન્ક એન્કાઉન્ટની સાથે આધાર નંબર લિંક હોવો જરૂરી છે. તે સિવાય જીએસટીએન નંબર (GSTN) અને દુકાન કે બિઝનેસના પુરાવાની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટ પણ બેન્કને દર્શાવવું પડશે. તે આ સિવાય જો તમે અનામત કેટેગરીમાંથી આવશો તો જાતિનું પ્રમાણપત્ર તૈયાર રાખવું.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!