GSTV

જલ્દી કરો! દેશની સૌથી મોટી બેન્ક આપી રહી છે ઘરનું ઘર ખરીદવાની તક, આ રીતે કરો અપ્લાઈ

sbi home laon

જો તમે પણ ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો, તમારા માટે એક ખાસ તક ઊભી થઈ છે. આ તક બીજુ કોઈ નહી, પરંતુ દેશની સૌથી મોટી બેન્ક SBI તરફથી આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, SBI સમય-સમય પર ડિફોલ્ટર્સની માલિકીની રહેણાંક અને વ્યવસાયિક મિલકતોની નિલામી કરતી હોય છે. સરળ ભાષામાં કહીએ તો. જે લોકોએ સમય રહેતા બેન્કમાં લોનની ચૂકવણી ન કરી હોય, તે લોકોના વ્યાજની વસૂલી કરવા માટે SBI પ્રોપર્ટીની નીલામી કરે છે.

આ નીલામી ડિફોલ્ટર્સની પ્રોપર્ટીઝની હોય છે. જે હેઠળ એક વખત ફરીથી SBI નીલામી કરી રહ્યા છે. આ નીલામી 26 ફેબ્રુઆરી 2020ના દિવસે કરવામાં આવશે.

કેવી રીતે કરીએ અપ્લાઈ

આ નીલામીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઈન અપ્લાઈ કરી શકો છો. સાથે જ નીલામી વિશે વિસ્તારથી જાણકારી મેળવવા માટે https://bank.sbi/web/sbi-in-the-news/auction-notices/mega-e-auction લિંક પર વિઝિટ કરી શકાય છે. આ બેન્ક તરફથી કેટલીક જરૂરી માહિતી ડોક્યુમેન્ટ પણ માગવામા આવ્યા છે.

જેમાં ડિજિટલ સાઈન સિવાય KYC ડૉક્યુમેન્ટનો પણ સમાવેશ થાય છે. સાથે જ EMD એટલે કે, અર્નેસ્ટ મની ડિપોજિટની પણ માગ કરવામાં આવી છે.જણાવી દઈએ કે, SBI એ કોર્ટના આદેશો બાદ જ આ સંપતિઓની નીલામી કરવાનો નિર્ણય લીધો છે.

home loan after 40 years

તેનો મતલબ થયો કે, પ્રપર્ટીઝની વૈદ્યતા અને માલિકાના હકને લઈને તમારે કોઈપણ પ્રકરાની ચિંત કરવાની જરૂરિયાત નથી. આ પ્રોપર્ટી ચેન્નીઈ, મુંબઈ, બેંગલુરૂ અને દિલ્હીથી લઈને દેશના તમામ ભાગોમાં ફેલાયેલી છે. આ પ્રોપર્ટીની કિંમત રિયલ એસ્ટેટની સરખામણીમાં ઓછી રહેવાની આશા છે.

જો કે, વધુ જાણકારી માટે SBIએ કેટલીટ લિંક પણ શેર કરી છે

https://www.bankeauctions.com/Sbi
https://sbi.auctiontiger.net/EPROC/
https://ibapi.in
https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

READ ALSO

Related posts

કોરોનાનો કહેર : બે મહિનામાં આટલા લાખ કરોડ ઘટી મુકેશ અંબાણીની સંપત્તિ, અદાણી ટોપ 100 માંથી બહાર

Nilesh Jethva

લોકડાઉન હટશે કે રહેશે ગણતરીની મીનિટોમાં જ લેવાશે નિર્ણય, ગુજરાતના આ શહેરને નહીં થાય ફાયદો

Karan

આટલા વિદ્યાર્થીઓની નોકરી ખાઈ ગયો Corona, મોટાભાગની વિદેશી કંપનીઓએ ઓફર પાછી ખેચી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!