GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ખુશખબર! ઘર લેવાનું સપનું સાકાર કરશે SBI, હોમ લોન અને EMI થઇ આટલી સસ્તી

sbi home laon

ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદર ઘટાડીને મોટી સંખ્યામાં લોનધારકોને લાભ આપ્યો છે. એસબીઆઇએ તમામ મુદ્દતના માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR )માં 5 બેઝિસ પોઇન્ટ નો ઘટાડો કર્યો છે. જેનો અમલ 10મી એપ્રિલથી થશે. આ રેટ ઘટવાથી એવા લોનધારકો જેમની લોન એમસીએલઆર સાથે જોડાયેલા છે તેમના વ્યાજદર 0.05 ટકા ઘટી જશે. આમ હોમ લોન, પર્સનલ લોન અને પર્સનલ લોન સસ્તી થશે.

YONO SBI credit card

રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા ધિરાણકર્તાઓ/બેન્કોને તાકીદ કરી છે જેની અસર જોવા મળી રહી છે.   એસબીઆઇ દ્વારા એમસીએલઆરના રેટ અડધા ટકા ઘટાડવામાં આવ્યાં છે જેને પગલે 1 વર્ષના સમયગાળાનો ઇન્ટરેસ્ટ રેટ 8.55 ટકાથી ઘટીને 8.50 ટકા થયા છે. તો 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરના વ્યાજદર 0.10 ટકા ઘટ્યાં છે. જેના પગલે આટલી રકમની હોમ લોનના વ્યાજદર અગાઉના 8.7-9 ટકાથી ઘટીને હવે 8.6-8.9 ટકા થઇ ગયા છે.

બેન્કો લોનનો રેપો રેટથી પણ લિંક કરી છે. જેના લીધે બચત થાપણનો પણ વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. રૂપિયા 1 લાખ સુધીના બેલેન્સ પર હવે 3.5 ટકાના દરે વ્યાજ મળશે. તો રૂ.1 લાખથી વધારે બેલેન્સ હશે તો 3.25 ટકા વ્યાજ મળશે. આ નવા થાપણ દર 1લી મે 2019થી લાગુ થશે.

ઇન્ડિયન ઓવરસિઝ બેન્કની પણ લોન થઇ સસ્તી આજે એસબીઆઇ બાદ ઇન્ડિયન ઓવરસિઝ બેન્કે (IOB) પણ વ્યાજદર ઘટાડ્યા છે. બેન્કે લેન્ડિંગ રેટ 5 બેઝિસ પોઇન્ટ ઘટાડ્યા છે. એક વર્ષની લોન માટેનો MCLR હવે ઘટીને 8.65 ટકા અને બેથી ત્રણ વર્ષની લોન માટેના વ્યાજદર ઘટીને અનુક્રમે 8.75 ટકા અને 8.85 ટકા થયા છે.

Read Also

Related posts

SBIએ આ ગ્રાહકોને આપી ચેતવણી ! પૈસા પાછા લેવા પર તમારે ભરવો પડશે વેરો, બદલાયા નિયમો

Dilip Patel

VIDEO: કોરોનાના કહેર વચ્ચે માસ્ક પહેરવુ હાલ કેટલુ જરૂરી છે, તે આ વાનર પાસેથી જ શિખી લ્યો !

Pravin Makwana

WhatsAppએ તમામ યુઝર્સ માટે જાહેર કર્યાં એનિમેટેડ સ્ટિકર્સ, આવી રીતે કરી શકો છો ઉપયોગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!