GSTV

SBIના ગ્રાહકો સાવધાન / નેટ બેંકિંગ યુઝ કરતા પહેલાં આટલી બાબતો જરૂરથી ધ્યાનમાં રાખજો, બેંકએ આપી આ સલાહ

SBI

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) સમયાંતરે તેના ગ્રાહકોને જાગૃત કરતી જ રહે છે. ત્યારે બેંકએ ફરી ટ્વિટર દ્વારા ગ્રાહકોને એવી ટિપ્સ પ્રદાન કરે છે કે જેથી તેઓ તેમની બેંકિંગ કામગીરીને સુરક્ષિત બનાવી શકે. એસબીઆઇએ ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાનું કહ્યું છે. બેંકએ કહ્યું કે, ગ્રાહકોએ તેમની સંવેદનશીલ માહિતી ક્યારેય ઓનલાઇન શેર ન કરવી જોઈએ. આ સાથે બેંકએ કહ્યું કે, કોઈ પણ સમયે અજાણ્યાં સ્ત્રોતમાંથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જોઈએ.

SBI

બેંકે કહ્યું કે, જો તમે સજાગ રહેશો તો એસબીઆઇ ઇન્ટરનેટ બેંકિંગ બિલકુલ સલામત છે. બેંકએ તેની વેબસાઇટ પર કેટલીક યોગ્ય અને અયોગ્ય બાબતો જણાવી છે. ત્યારે અહીં જાણીશું કે તે બાબતો કઇ-કઇ છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

  1. જો તમે એસબીઆઈ વેબસાઇટને ઓપન કરવા ઇચ્છતા હોવ તો કોઈ પણ લિંકને ક્લિક કરવાને બદલે તમારા બ્રાઉઝરના એડ્રેસ બારમાં જઇને https://onlinesbi.com લખો.
  2. તમારા કમ્પ્યુટરને એન્ટીવાયરસથી નિયમિત રૂપે સ્કેન કરો.
  3. સમય સમય પર તમારા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ બદલો.
  4. હંમેશાં લાસ્ટ લૉગ ઇન તારીખ અને સમય ચેક કરો.

ક્યારેય પણ ભૂલથી આ કામ ન કરો

  1. બેંકની સાઇટ ઓપન કરવા માટે કોઇ પણ મેઇલ અથવા મેસેજ બૉક્સમાં જઇને કોઈ પણ લિંક પર ક્યારેય ક્લિક ન કરો.
  2. કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ પર કોઈ પણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો.
  3. તમારી વ્યક્તિગત માહિતી અથવા તમારા એકાઉન્ટની વિગતો બેંકની સાઇટ પર અપડેટ કરવામાં આવે ત્યારે રિવોર્ડ કરવાનો વાયદો આપનાર ઇમેઇલ/SMS/ફોન કોલથી દૂર રહો.
  4. પબ્લિક વાઇફાઇ, ફ્રી વાઇફાઇ, સાઇબર કાફે અને શેર કરવામાં આવેલા PC દ્વારા ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરતા બચો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!