GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

SBIના ગ્રાહકો માટે સૌથી મોટી ખુશખબર, આવતીકાલથી ઘટી જશે લોનનો EMI

ભારતીય સ્ટેટ બેંકે એક એવો નિર્ણય લીધો છે કે બેંકના લાખો ગ્રાહકોને ફાયદો થશે. એસબીઆઈએ એમસીએલઆરમાં 10 બેસીસ પોઈન્ટ એટલે કે 0.1 ટકાનો ઘટાડો કરી દીધો છે. જેને પગલે લાખો ગ્રાહકોના લોનના ઈએમઆઈની રકમ ઘટી જશે. આ નવો રેટ 10 ડિસેમ્બરથી જ લાગુ થઈ રહ્યો છે.


એસબીઆઈએ આ નાણાકિય વર્ષમાં એમસીએલઆરમાં સતત આઠમી વાર ઘટાડો કર્યો છે. હવે એમસીએલઆર રેટ ઘટીને 7.9 ટકા થઈ ગયો છે. એસબીઆઈનો દાવો છે કે, દેશમાં સૌથી સસ્તી લોન એ માત્ર એસબીઆઈ આપી રહ્યું છે. જોકે, બેન્કે રેપો રેટથી જોડાયેલી લોનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

એક દિવસથી લઇને એક મહિના સુધીની લોનના એમસીએલઆર 7.65 ટકા, 3 મહિનાની લોનના એમસીએલઆર 7.70 ટકા, છ મહિનાની લોન માટેના એમસીએલઆર 7.85 ટકા અને બે વર્ષની લોન માટે 8.10 ટકા તેમજ 3 વર્ષની લોન માટે 8.20 ટકા થઈ ગયો છે. હોમ લોન અને ઓટો લોનમાં એસબીઆઈનો હિસ્સો 25 ટકા છે.

આરબીઆઈના ગવર્નરે હાલમાં જ કહ્યું હતું કે, તેઓ હાલમાં વ્યાજદરોના ઘટાડાના પક્ષમાં મથી. જાન્યુઆરી 2014થી લઇને ઓક્ટોબર 2019 સુધી રિઝર્વ બેન્ક રેપોરેટમાં 2.85 ટકાનો ઘટાડો કરી ચૂક્યા છે. જોકે બેન્કોએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!