GSTV
Gujarat Government Advertisement

SBI Instant Loan: તાત્કાલિક પૈસાની જરૂર પડે તો માત્ર 3 મિનિટમાં મળી જશે 50,000 રૂપિયા, ઘરેબેઠા આ રીતે કરો અપ્લાય

sbi

Last Updated on October 14, 2020 by Bansari

SBI Instant Loan: જો તમારે કોઇ કામ માટે તાત્કાલિક પૈસાની જરૂર પડે તો તમારા માટે SBI શાનદાર ઑફર લઇને આવી છે. બેન્કે પર્સનલ લોન (SBI Personal Loan) પર પ્રોસેસિંગ ફીસને 100 ટકા માફ કરવાની ઘોષણા કરી છે. તમે ઘરે બેઠા પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. લોન અપ્લાય કરવા પર તમારા ખાતામાં મિનિટોમાં પૈસા આવી જશે. આ ઉપરાંત જો તમે કોઇ નાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોવ તો પણ SBI બેન્ક તમારી મદદ કરી શકે છે.

3 મિનિટમાં મળશે SBIની લોન

SBI મુદ્રા લોન યોજના અંતર્ગત તમે 50,000 રૂપિયા સુધીની લોન લઇ શકો છો. તેના માટે તમારે બેન્ક શાખામાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા લોન માટે ઓનલાઇન અપ્લાય કરી શકો છો. તમે ફક્ત 3 મિનિટમાં 50,000 રૂપિયા સુધીની ઇ-મુદ્રા લોન લઇ શકો છો.

પ્રી અપ્રુવ્ડ પર્સનલ લોનની સુવિધા

આ ઉપરાંત બેન્ક તમને પ્રી અપ્રુવ્ડ પર્સનલ લોન આપી રહી છે. તમે ઘરે બેઠા આ લોન લઇ શકો છો. પ્રી અપ્રુવ્ડ પર્સનલ લોન ચેક કરવા માટે તમારે PAPL લખીને તમારા ખાતાના છેલ્લા 4 અંક લખીને તેને 567676 નંબર પર SMS કરવાનો છે. મેસેજ કરતાં જ બેન્ક તરફથી તમને મેસેજ કરીને જણાવી દેવામાં આવશે કે તમે કેટલી પર્સનલ લોન લઇ શકો છો. બેન્ક તરફથી પર્સનલ લોન 9.6 ટકાના વ્યાજ દર સાથે ઑફર કરવામાં આવી રહી છે.

E-MUDRA અંતર્ગત કેવી રીતે મળશે લોન

E-MUDRA લોન ફક્ત નાના ઉદ્યોગકારોને આપવામાં આવે છે. તેના માટે SBI બેન્કમાં ઓછામાં ઓછા 6 મહિના જૂનુ અથવા તો બચત ખાતુ હોવુ જોઇએ. ઇ-મુદ્રાનો મેક્સિમમ પીરિયડ 5 વર્ષનો છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધુની લોન લેવા માગતા હોવ તો તમે બેન્કની શાખામાં જઇ શકો છો અને જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી શકો છો. તમારે દસ્તાવેજ અને વ્યાવસાયિક જાણકારી પણ આપવી પડશે. ઇ-મુદ્રા લોન અંતર્ગત નાના વેપારી 1 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે. પરંતુ આ દસ્તાવેજોની કોઇ જરૂર નહી પડે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!