મુંબઇઃ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની એજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) મુદ્દે રાહત માંગતી અપીલ ફગાવી દીધી છે. દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટલે, વોડાફોન આઇડિયા અને ટાટા ટેલિસર્વિસિસને સુપ્રીમ કોર્ટમાં AGR સાથે જોડાયેલા ચુકાદા અંગે ફેરવિચારણા કરવા અપીલ કરી હતી. ટેલિકોમ કંપનીઓએ સરકારને 13 અબજ ડોલર એટલે કે 1.47 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. યુબીએસ ગ્રૂપનું માનવુ છે કે આ કારણે ટેલિકોમ કંપનીઓને ધિરાણ આપનાર બેન્કોની ચિંતા વધી ગઇ છે. આ પેમેન્ટને પગલે ટેલિકોમ કંપનીઓની હાલત વધુ કથળી રહી છે.

જેનો સૌથી વધુ માર વોડાફોન આઇડિયાને પડ્યો છે, જેના શેરમાં આજે શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન 40 ટકાનો કડાકો બોલાયો હતો. ઓક્ટોબરમાં આવેલા ચુકાદાના હિસાબે વોડાફોન આઇડિયાએ સરકારને 4 અબજ ડોલર અને ભારતી એરટેલે 3 અબજ ડોલરની ચૂકવણી કરવાની છે. તેની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી છે આમ ટેલિકોમ કંપનીઓ પાસે માંડ સપ્તાહ જેટલો જ સમય છે.


સુપ્રીમ કોર્ટે ચૂકવણી માટેની ડેડલાઇન લંબાવવાની માંગણી કરતી અપીલ અંગે સુનાવણી કરવા ઇન્કાર કરી દીધો છે. એનાલિસ્ટ વિશાલ ગોયલ અને ઇશાંક કુમારે કહ્યું કે, ઇન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક અને એસબીઆઇએ વોડાફોન આઇડિયાને વધારે ધિરાણ આપેલું છે. એક અહેવાલ મુજબ મુજબ ટેલિકોમ સેક્ટરને આપેલા કુલ ધિરાણનો આંકડો 1.1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે જે સપ્ટેમ્બર સુધી આપેલા કુલ ધિરાણનો 1.3 ટકા હિસ્સો છે. વોડાફોન આઇડિયાને ધિરાણ આપનાર બેન્કોમાં યસ બેન્ક અને ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેન્કનું નામ મોખરે છે.
બેન્કનું નામ | વોડાફોન-આઇડિયામાં એક્સપોઝર |
યસ બેન્ક | 2.1% |
ઇન્ડસઇન્ડ બેન્ક | 2.0% |
SBI | 0.8% |
PNB | 0.7% |

યુબીએસએ ભારતીય બેન્કોમાં એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ઉપર વિશ્વાસ મૂક્યો છે. અલબત યુબીએસ સહિત તમામ બ્રોકર્સને અપેક્ષા છે કે સરકાર આ ટેલિકોમ કંપનીઓને કંઇક રાહત આપશે જેમાં પેનલ્ટી અંગે રાહત કે વધારે સમયગાળો હોઇ શકે છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો