GSTV
Home » News » SBI ખાતાધારકો માટે ખુશખબર : ફિક્સ ડિપોઝીટ પર લીધો આ નિર્ણય

SBI ખાતાધારકો માટે ખુશખબર : ફિક્સ ડિપોઝીટ પર લીધો આ નિર્ણય

ભારતીય સ્ટેટ બેંકે (SBI) ફિક્સ્ડ ડિપૉઝીટ પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. બેંકના નવા વ્યાજ દરો તાત્કાલિક પ્રભાવથી લાગુ થયા છે. બેંકે વ્યાજદરોમાં 5-10 બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો છે.

રિઝર્વ બેંકની બેઠક પહેલા લીધો નિર્ણય

એસબીઆઈએ દેશની સર્વોચ્ચ બેંક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની આગામી અઠવાડિયે થનારી મૉનેટરી પોલિસી બેઠક પહેલા આ નિર્ણય લીધો છે. હવે 1 વર્ષથી વધારેની મુદ્દતવાળી એફડી પર 6.8 ટકા વ્યાજ મળશે. તો 3 વર્ષવાળી એફડી પર લોકોને 6.80 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 6.75 ટકા હતાં.

બધી બેંક વધારી રહી છે વ્યાજ

ચાલુ વર્ષે દેશની મુખ્ય બેંક એફડી પર વ્યાજદરોમાં સતત વધારો કરી રહી છે. એચડીએફસી, એક્સિસ, પીએનબી, બેંક ઑફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક વગેરે આ યાદીમાં સામેલ છે.

READ ALSO

Related posts

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

Nilesh Jethva

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

Path Shah

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, થયો મોટો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!