GSTV

એસબીઆઈએ કોરોનાકાળમાં લીધો મોટો નિર્ણય, હવે ગ્રાહકો નોન-હોમ શાખામાંથી ઉપાડી શકે છે 1 લાખ સુધીની રકમ

Last Updated on May 29, 2021 by Pravin Makwana

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈએ કોરોનાની નવી લહેર વચ્ચે રોકડ ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નિયમ નોન હોમ શાખામાંથી રોકડ ઉપાડ સાથે સંબંધિત છે. હવે ગ્રાહક ચેક અને ઉપાડના ફોર્મની મદદથી એસબીઆઈની નોન-હોમ શાખામાંથી 1 લાખ સુધીની રકમ ઉપાડી શકે છે. આ નિયમ હાલમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ કરવામાં આવ્યો છે.

નવા નિયમ હેઠળ નોન-હોમ શાખાઓમાંથી સેલ્ફ કેશ ઉપાડની મર્યાદા હવે વધારીને 25,000 કરવામાં આવી છે. ઉપાડના ફોર્મની સહાયથી આ ઉપાડ કરી શકાશે. ચેકની મદદથી નોન-હોમ શાખામાંથી સેલ્ફ કેશ ઉપાડની મર્યાદા વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે. થર્ડ પાર્ટી દ્વારા રોકડ ઉપાડની મર્યાદા વધારીને રૂ. 50,000 કરવામાં આવી છે. આ વ્યવહાર ફક્ત ચેક દ્વારા જ થઈ શકે છે.

ઉપાડના ફોર્મની સહાયથી આ સમયે કોઈ થર્ડ પાર્ટીને ચૂકવણી કરી શકાશે નહીં. આ સિવાય, થર્ડ પાર્ટી વ્યવહારો માટે કેવાયસી સબમિટ કરવું જરૂરી છે.

ALSO READ

Related posts

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!