GSTV

આ બેંકએ પોતાના 44 કરોડ ગ્રાહકોને આપ્યો અત્યંત જરૂરી મેસેજ, ભૂલથી પણ આ 3 કામ ના કરતા નહીં તો….

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

જો તમે State bank of india ના ગ્રાહક છો તો તમારી માટે આ ખાસ જરૂરી સૂચના છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI એ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે એક એલર્ટ મેસેજ રજૂ કર્યો છે. SBI એ KYC ના નામ પર થનારા ફ્રોડને લઇને એલર્ટ કર્યા છે. બેંકએ ટ્વિટરના આધારે પોતાના ગ્રાહકોને તેનાથી સાવધાન રહેવાની વાત કરી છે. બેંકએ પોતાની પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે, ‘છેતરપિંડી કરનાર પોતાના નો યોર કસ્ટમર એટલે કે KYC વેરિફિકેશનના નામ પર લોકોને ઠગી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, SBI એ તમામ ગ્રાહકોને 30 જૂન સુધી KYC કરવું અનિવાર્ય છે, જો કોઇ ગ્રાહક નથી કરતું તો તેઓનું બેંક એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે.

SBI

જાણો SBI એ શું કહ્યું ?

બેંકના જણાવ્યાં અનુસાર, છેતરપિંડી કરનાર તમારી પર્સનલ માહિતી લેવા માટે બેંક / કંપનીના પ્રતિનિધિ હોવાનું નાટક કરે છે અને એક મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજના ચક્કરમાં ગ્રાહક ભૂલથી પણ ના પડે અને KYC માટે કોઇ લિંક પર ક્લિક ન કરે. આ સાથે જ જો કોઇ ગ્રાહક સાથે આવું થાય છે તો તેની જાણકારી સાઇબર ક્રાઇમને તુરંત આપો…

બેંકએ કહ્યું કે,

  1. કોઇ પણ અજાણી લિંક પર ક્લિક કરવાથી બચો.
  2. બેંક KYC અપડેટ માટે કોઇ પણ લિંક નથી મોકલતું.
  3. કોઇને પણ તમારો મોબાઇલ નંબર અને પર્સનલ માહિતી શેર ના કરો.

ઘરે બેઠા જ આ રીતે અપડેટ કરી લો KYC

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની વચ્ચે SBI એ પોતાના ખાતાધારકોને KYC ડોક્યુમેન્ટને ઓનલાઇન અપડેટ કરવાની સુવિધા આપી હતી. KYC અપડેય માટે ગ્રાહક તરફથી પોતાનું એડ્રેસ પ્રૂફ અને ઓળખ પત્ર રજિસ્ટર્ડ ઇમેઇલ અથવા પોસ્ટના આધારે મોકલવાનું રહેશે. તમે તે મેઇલ આઇડી દ્વારા તમારા ડોક્યુમેન્ટ્સ મોકલો, જેને તમારા બેંકમાં અપડેટ કરાવી રાખેલ હોય. તે મેઇલથી બેંક બ્રાચના ઇમેઇલ એડ્રેસ પર ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી મોકલવાની રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!