GSTV
Gujarat Government Advertisement

SBIની હોમ લોન ગ્રાહકો માટે ધાંસૂ ઑફર, કોઇપણ ઝંઝટ વિના તરત જ મળી જશે રૂપિયા

sbi

Last Updated on August 26, 2020 by pratik shah

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) પોતાના ખાતાધારકો માટે અવારનવાર કેટલીક ઑફર્સ લઇને આવતી રહે છે. આ વચ્ચે SBI પોતાના તેવા ગ્રાહકો માટે એક નવી ઑફર લઇને આવી છે જેની હોમ લોન બેન્કમાં ચાલી રહી છે. બેન્ક હવે તે ગ્રાહકોને તરત જ એક ટૉપઅપ લોન ઑફર કરી રહી છે. ‘SBI Home Top Up Loan‘ ઑફર અંતર્ગત તમને ફક્ત 3 સ્ટેપમાં લોન મળી જશે. આ સરળ લોન માટે તમારે SBI YONO દ્વારા અરજી કરવાની રહેશે.

મળશે ઓવરડ્રાફ્ટની સુવિધા

આ લોન ખૂબ જ ઓછા વ્યાજ દરે મળી રહી છે. આ લોનની પ્રોસેસિંગ ફી ખૂબ જ ઓછી છે અને કોઇ હિડન ચાર્જ રાખવામાં નથી આવ્યાં. સમય પહેલા લોન ચુકવી દેવા પર કોઇ દંડ નહી લાગે. દરરોજ ઘટતી રકમ અનુસાર વ્યાજ પણ ઓછુ ચુકવવુ પડશે. આ લોન ઓવરડ્રાફ્ટ તરીકે આપવામાં આવી રહી છે. ગ્રાહક 30 વર્ષના સમય માટે લોન લઇ શકે છે.

વધુ જાણકારી માટે અહીં સંપર્ક સાધો

આ લોન માટે ભારતના નાગરિક અને એનઆરઆઇ બંને અરજી કરી શકે છે. તેના માટે લઘુત્તમ આયુ 18 વર્ષ અને મહત્તમ આયુ 70 વર્ષ હોવી જોઇએ. વધુ જાણકારી માટે feedback.yono@sbi.co.in પર મેલ કરો અથવા 1800 11 1101 પર કૉલ કરો.

વ્યાજ દર છે ઘણો ઓછો

ભારતીય સ્ટેટ બેન્ક તરફથી આપવામાં આવી રહેલી SBI Home Top Up Loan અંતર્ગત ગ્રાહકોને પર્સનલ લોનથી ખૂબ જ ઓછા દરે લોન આપવામાં આવી રહી છે. તમે પોતાની પર્સનલ જરૂરિયાતોને પૂરી કરવા માટે આ લોન લઇ શકો છો.

આ રીતે કરો અપ્લાય

આ લોન ત્રણ સરળ સ્ટેપમાં મળશે. આ લોન Instant Disbursementની સુવિધા આપે છે. ખૂબ જ ઓછા વ્યાજ દરો પર આ લોન મળે છે. આ લોન પર ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. આ પ્રોડક્ટ સંપૂર્ણ રીતે ડિજિટલ છે. તેમાં કોઇ મેન્યુઅલ ઇન્ટરવેંશન નથી. આ લોન માટે તમારે બેન્ક જવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે આ લોન માટે તમે અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક ગમે ત્યારે અપ્લાય કરી શકો છો.    

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!