GSTV
Home » News » ઘર ખરીદવાનું સપનું થશે સાકાર, SBI હોમ લોન પર આપી રહી છે બંપર છૂટ

ઘર ખરીદવાનું સપનું થશે સાકાર, SBI હોમ લોન પર આપી રહી છે બંપર છૂટ

sbi home laon

પોતાનું ઘર ખરીદવું સૌકોઇ માટે એક સપનું હોય છે. આ સપનાને પુરુ કરવા મોટાભાગના લોકો હોમ લોનનો સહારો લે છે. તેવામાં જો તમે પણ ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે આ એક શાનદાર તક છે. આ તક દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા એટલે કે SBI આપી રહી છે.

હકીકતમાં 29 જૂન અને 30 જૂને એસબીઆઇ બે દિવસનો ‘હોમ લોન’ ઉત્સવ ઉજવી રહી છે. આ ઉત્સવ દ્વારા SBI તરફથી હોમ લોન પર અનેક આકર્ષક ઑફર આપવામાં આવી રહી છે. એસબીઆઇના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર બેન્ક પોતાના ગ્રાહકોને ઝીરો પ્રોસેસીંગ ફીસ પર હોમ લોન ઉપલબ્ધ કરાવી રહી છે.

આ ઉપરાંત નવા ગ્રાહકોને હોમ લોનના વ્યાજ દરની અલગ અલગ કેટેગરીમાં છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલીક શરતો સાથે લો-ઇએમઆઇની ઑફર મળશે.

એસબીઆઇના આ ઉત્સવ વિશે જણકારી માટે બેન્ક તરફથી આપવામાં આવેલા મોબાઇલ નંબર 9448993285 અને 9448994568 પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત ઇમેલ આઇડી homeloans.lhoban@sbi.co.in દ્વારા પણ જાણકારી લઇ શકાય છે.

YONO SBI credit card

તાજેતરમાં જ એસબીઆઇએ 1 જુલાઇએ રેપો રેટ સાથે સંબંધિત હોમ લોન ઑફર કરવાની ઘોષણા કરી છે. તેનો અર્થ એ છે કે આગામી મહિનાથી એસબીઆઇની હોમ લોનના વ્યાજ દર સંપૂર્ણ રીતે રેપો રેટ પર આધારિત હશે.

સરળ ભાષામાં કહીએ તો રિઝર્વ બેન્ક જ્યારે પણ રેપો રેટમાં બદલાવ કરશે તેના આધારે એસબીઆઇની હોમ લોનના વ્યાજ દર પણ નક્કી થશે.

Read Also

Related posts

પિંક બોલ ટેસ્ટ: ભારતીય બોલરોનો પહેલા જ દિવસે જલવો, રમતનાં અંતે ભારત 174/3

pratik shah

સુરતમાં સીટી બસના ડ્રાઈવરે દાદાગીરી કરતા યુવકને માર માર્યો, ઉશ્કેરાયેલા લોકોએ ચાલકને ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

હૈદરાબાદમાં એમઆઇએમના નેતા અકબરૂદ્દીન ઓવૈસી વિરૂદ્ધ કેસ નોંધાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!