GSTV

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Last Updated on July 31, 2021 by Zainul Ansari

જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક SBIએ હોમ લોનને લઇ મોટી જાહેરાત કરી છે. હોમ લોન પર SBI મોનસૂન ધમાકા ઓફર લઇને આવી છે. તેના હેઠળ 31 ઓગસ્ટ સુધી લોન લેવા પર કોઇ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી નહીં લાગે. આશરે 0.40 ટકા હોમ લોન પ્રોસેસિંગ ફી તરીકે જમા થાય છે. આ માફી આપવાથી લોન લેનારાને મોટી રાહત મળશે.

sbi

SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. SBI હાલમાં દેશમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. હોમ લોન માટે વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થાય છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર (R&DB) સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકે મોનસુન ધમાકા ઓફર શરૂ કરી છે. પ્રોસેસિંગ ફી માફ કરવાથી હોમ લોન લેનારાઓમાં ઉત્સાહ વધશે.

તેની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ SBI Home Loan પર ઇન્ટ્રેસ્ટ રેટ ઓછું રહે છે, પ્રોસેસિંગ ફી બીજી બેંકોની સરખામણીએ ઓછી રહે છે. પ્રી-પેમેન્ટને લઇ કોઇ પણ પ્રકારની પેનલ્ટી નથી લાગતી. ઉપરાંત લોન લેનારા લોનની ચુકવણી 30 વર્ષમાં પણ કરી શકે છે. તેના દ્વારા તેની EMI ઓછી થઇ જાય છે. મહિલાઓને ઇન્ટ્રેસ્ટ રેટ પર એડિશનલ લાભ મળે છે.

1600 સેલ્સ એક્ઝિક્યુટિવ

એલિજિબિલિટીની વાત કરીએ તો મિનિમમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 70 વર્ષ હોઇ શકે છે. લોન લેનાર ઇન્ડિયન સિટિઝન હોવો જોઇએ. લોનની અવધિ 30 વર્ષ સુધીની હોઇ શકે છે. સમગ્ર દેશમાં બેંકના 24 હજારથી વધુ બ્રાન્ચ છે. ઉપરાંત હોમ લોન માટે 1600થી વધુ લોકોની એક મજબૂત ટીમ સતત કામ કરે છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!