GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મહિલાઓ માટે આ ખાસ ઑફર લઇને આવી છે SBI, સાકાર થશે ‘પોતાનું ઘર’ ખરીદવાનું સપનું

sbi

પોતાના સપનાનું આશિયાનુ ખરીદવાની ઇચ્છા હોય છે. આ સપનાને હકીકત બનાવવા માટે લોકો હોમ લોનનો સહારો લે છે. પાછલાં કેટલાંક સમયથી હોમ લોન લેવી સરળતા બની જ છે પરંતુ સાથે જ સસ્તી પણ થઇ ગઇ છે.જો દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIની વાત કરીએ તો હોમ લોન પર વ્યાજ દર 7 ટકાથી પણ ઓછો થઇ ગયો છે. ગત 1 જુલાઇથી બેન્કમાં હોમ લોન રેટ 6.95 ટકા વાર્ષિક થઇ ગયો છે.

SBIની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર મહિલાઓને હોમ લોન 6.95 ટકા વાર્ષિકના શરૂઆતના દરથી મળશે કારણ કે તેમના માટે હોમ લોન, રેગ્યુલક રેટ કરતાં 0.05 ટકા ઓછો છે.

જો કે અન્ય લોકો માટે વ્યાજ દર 7 ટકા વાર્ષિકથી શરૂ છે. જેમ કે ઉદાહરણથી સમજીએ તો માની લો કે 20 લાખ રૂપિયાની હોમ લોનને 15 વર્ષ માટે લેવામાં આવે તો તેના પર વ્યાજ 6.95 ટકાના દરે લાગુ થશે.

જો માસિક ઇએમઆઇ તરીકે જોઇએ તો 17921 રૂપિયાનો હપ્તો આવશે. SBI હોમ લોનનો લાભ લેવા માટે ગ્રાહક તરત જ ઇન-પ્રિન્સિપલ અપ્રૂવલ માટે YONO SBI એપથી અપ્લાય કરી શકો છો.

SBI

આ ઉપરાંત https://homeloans.sbi/ અને SBI બ્રાન્ચમાં જઇને અપ્લાય કરી શકાય છે. જણાવી દઇએ કે કોરોના સંકટના કારણે રિઝર્વ બેન્કે ગત ત્રણ મહિનામાં 2 વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. વર્તમાનમાં રેપો રેટ રેકોર્ડ નીચલા સ્તર પર છે. આ ઘટાડા બાદ ટર્મ લોન સસ્તી થઇ ગઇ છે.

Read Also

Related posts

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ankita Trada

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!