GSTV
Gujarat Government Advertisement

SBIઅે ગ્રાહકોને અાપ્યો મોટો ઝટકો, હોમ લોન અને અોટો લોન પડશે મોંઘી

Last Updated on September 1, 2018 by Karan

દેશની સૌથી મોટી ધિરાણકર્તા એસબીઆઈએ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ અથવા એમસીએલઆરમાં ૦.૨ ટકાનો વધારો કર્યો હોવાથી હોમ, ઓટો અને અન્ય લોન્સ મોંધી થશે. તેમજ આ માટેના નવા દરો આજના રોજથી અમલમાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)એ તમામ મુદતના ત્રણ વર્ષ સુધીના ધિરાણ દરમાં ૨૦ બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે.

એસબીઆઈની વેબસાઇટ મુજબ, હવે એસબીઆઇ ઓવરનાઈટ અને એક માસના મુદતોની એસેટની ફાળવણી આધારિત લેન્ડિંગ રેટ (એમસીએલઆર) ની સીમાંત કિંમત ૮.૧ ટકા છે, જે ૭.૯ ટકાની સરખામણીએ છે. એક વર્ષના ટેક્સ માટે એમસીએલઆર અગાઉ ૮.૨૫ ટકાથી વધીને ૮.૪૫ ટકા થઈ ગયો છે. ત્રણ વર્ષની મુદત માટે એમસીએલઆર ૮.૪૫ ટકાથી વધીને ૮.૬૫ ટકા થઈ ગયો છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ બેન્ચમાર્ક ધિરાણ દર રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટથી વધારીને ૬.૫ ટકા કર્યો છે. આરબીઆઇએ અગાઉ ૬ જૂનના રોજ રેપો રેટ ૦.૨૫ ટકાથી વધારીને ૬.૨૫ ટકા કર્યો હતો. જે ૨૮ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજથી પ્રથમ વખત વધ્યો હતો જ્યારે દર ૮ ટકાના સમાન દરે વધ્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!