GSTV

અગત્યનું/ SBI, HDFC કે ICICI બેંકમાં એકાઉન્ટ હોય તો ખાસ વાંચો, 30 જૂનથી બંધ થઇ રહી છે આ સર્વિસ

sbi

Last Updated on June 5, 2021 by Bansari

SBI, HDFC બેંક, ICICI  બેંક અને બેંક ઓફ બરોડા સીનિયર સિટીઝન્સને સ્પેશિયલ FD ઑફર આપી રહી છે, જે 30 જૂન 2021ના રોજ બંધ થવા જઇ રહી છે. જણાવી દઇએ કે બેંક સીનિયર સિટીઝન્સ માટે મે 2020માં ખાસ ઑફર લઇને આવી હતી. આ ઑફર હતી સિલેક્ટેડ મેચ્યોરિટી પીરિયડ વાળી FD (Fixed Deposit)માં સીનિયર સિટીઝન્સને લાગુ વ્યાજ દર ઉપર 0.50 ટકા સુધી એક્સ્ટ્રા વ્યાજની. એટલે કે રેગ્યુલર કસ્ટમરને મળતા વ્યાજથી 1 ટકા વધુ વ્યાજ.

આ ઑફરની ડેડલાઇન 31 માર્ચ હતી જેને વધારીને 30 જૂન 2021 કરી દેવામાં આવી હતી. એટલે કે હાલ સીનિયર સિટીઝન પાસે ફાયદો લેવા માટે આખો મહિનો બાકી છે.

SBI:

sbi

SBIમાં વર્તમાન સમયમાં સામાન્ય નાગરિકોને પાંચ વર્ષના સમયગાળા સુધી 5.4 ટકાના વ્યાજનો લાભ મળે છે. જો કે વરિષ્ઠ નાગરિક સ્પેશિયલ FD સ્કીમ અંતર્ગત FD લે છે, તો તેને 6.20 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ 5 વર્ષ અથવા તેનાથી વધુના સમયગાળા માટે હોય છે.

HDFC Bank:

એચડીએફસી બંકે સીનિયર સિટીઝન કેર (HDFC Senior Citizen Care) લૉન્ચ કર્યુ છે. બેંક આ ડિપોઝિટ્સ પર 0.75 ટકા વધુ વ્યાજ આપે છે. જો કોઇ સિનિયર સિટીઝન એચડીએફસી બેંકના સીનિયર સિટીઝન કેર FD અંતર્ગત ફિક્સ્ડ ડિપોઝિટ કરે તો FD પર લાગુ વ્યાજ દર 6.25 ટકા હશે.

બેંક ઓફ બરોડા (BoB):

SBI

બેંક ઑફ બરોડાની વિશેષ FD યોજના (5 વર્ષથી 10 વર્ષ સુધી) અંતર્ગત, જો કોઇ સીનિયર સિટીઝન ફિક્સ્ડ ડિપોઝિટ કરે તો FD પર લાગુ વ્યાજ દર 6.25 ટકા હશે.

ICICI Bank:

SBI

ICICI બેંકે સીનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ FD સ્કીમ આઇસીઆઇસીઆઇ બેંક ગોલ્ડન યર્સ (ICICI Bank Golden Years) સ્કીમ લોન્ચ કરી છે. બેંક આ સ્કીમમાં 0.80 ટકા વધુ વ્યાજ ઑફર કરી રહી છે. આઇસીઆઇસીઆઇ બેંક ગોલ્ડન યર FD સ્કીમ સીનિયર સિટીઝન્સને વાર્ષિક 6.30 ટકાના વ્યાજ દરે આપી રહી છે.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!