GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

SBI, HDFC અને ICICI બેંકમાં એકાઉન્ટ છે તો તમારા માટે છે ખુશખબર, દરો ઘટ્યાં છતાં આમને મળશે વધુ વ્યાજ

SBI

દેશની સૌથી મોટી બેન્ક SBI અને પ્રાઇવેટ સેક્ટરની HDFC Bank અને ICICI Bank સિનિયર સિટિઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝીટ પર ખાસ ઑફર લઇને આવી છે. વ્યાજ દરોમાં ભારે ઘટાડા બાદ આ દોરમાં આ બેન્ક સીનિયર સિટિઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝીટ પર વધુ વ્યાજ આપી રહી છે. હકીકતમાં કોરોના વાયરસના કારણે વ્યાજ દરોમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેથી અર્થવ્યવસ્થાને સંભાળી શકાય. આ કારણે ફિક્સ્ડ ડિપોઝીટ પર પણ વ્યાજ દરો ઘટી રહ્યાં છે.

ભારતીય સ્ટેટ બેન્કે વૃદ્ધો માટે We Care  નામે એક એફડી સ્કીમ લૉન્ચ કરી છે.  તે બાદ એચડીએફસી બેન્કે પણ Senior Citizen Care FD અને આઇસીઆસીઆઇ બેન્કે Golden Years  નામે એક સ્કીમ લૉન્ચ કરી છે. ચાલો તમને જણાવીએ આ સ્કીમ્સ વિશે….

  • સીનિયર સિટિઝન્સ સ્પેશિયલ એફડી સ્કીમ 5 કે તેથી વધુ સમયગાળાની એફડી પર લાગુ થશે.
  • નવા વ્યાજ દરો ફ્રેશ ટર્મ ડિપોઝીટ્સ સાથે વર્તમાન ડિપોઝીટ્સ પર પણ લાગુ થશે.
  • નવી એફડી સ્કીમ્સ 30 સપ્ટેમ્બર સુધી જ લાગુ છે.
  • ત્રણેય બેન્ક આ સ્કીમ્સ અંતર્ગત સીનિયર સિટીઝંસ માટે વર્તમાન એફડી દરોથી વધુ દરે વ્યાજ આપી રહી છે.
  • ટર્મ ડિપોઝીટની રકમ 1.5 લાખ રૂપિયા સુધી સીમિત નથી.
  • કોઇ ભારતીય નાગરિક, જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય, તો તે આ સ્કીમ્સનો લાભ લઇ શકે છે.

SBI We Care એફડી સ્કીમ:

SBI

સરકારી ક્ષેત્રની આ બેન્કે આ સ્કીમને 12 મે 2020ના રોજ લોન્ચ કરી હતી, જે અંતર્ગત સીનિયર સિટિઝંસને વર્તમાન દરે 80 આધાર અંક એટલે કે 0.80 ટકા વધુ વ્યાજ મળશે. જો કોઇ વરિષ્ઠ નાગરિક આ સ્કીમ અંતર્ગત એફડી કરાવે તો તેને 6.5 ટકાના દરે વ્યાજ મળશે.

આ સ્કીમ અંતર્ગત એફડીનુ પ્રીમેચ્યોર વિડ્રોલ કરવામાં આવે છે. તેના માટે તેમને 0.30 ટકાના પ્રિમિયમ દરનો લાભ નહી મળે. સાથે જ 0.50 ટકાની પેનલ્ટી પણ લાગી શકે છે. આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ 2 કરોડ રૂપિયાની ડિપોઝીટ કરી શકાય છે.

એચડીએફસી બેન્ક Senior Citizen Care FD  સ્કીમ

એચડીએફસી બેન્કે આ સ્કીમને 18 મે 2020ના રોજ લૉન્ચ કરી છે, જે અંતર્ગત 5 વર્ષ 1 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી કરાવી શકાય છે. આ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને તેમની એફડી પર વર્તમાન દરે 0.75 ટકાના દરે વ્યાજ મળશે.

જો કોઇ વરિષ્ઠ નાગરિક આ સ્કીમ અંતર્ગત હાલ ફિક્સ્ડ ડિપોઝીટ કરાવે તો તેમને 6.50 ટકાના દરે વ્યાજ મળશે. તેના અંતર્ગત 25 આધાર અંકના પ્રિમિયમ વ્યાજ દરનો લાભ મળશે. 5 વર્ષ પહેલા પ્રીમેચ્યોર વિડ્રોલ કરવા પર 1 ટકાની પેનલ્ટી લાગી શકે છે. જો 5 વર્ષ બાદ પ્રિમેચ્યોર વિડ્રોલ કરવામાં આવે તો 1.25 ટકાની પેનલ્ટી લાગી શકે છે. આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ 5 કરોડ રૂપિયા સુધીની એફડી કરાવી શકાય છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક ગોલ્ડન યર્સ સ્કીમ

પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેન્કે આ સ્કીમને 20 મે 2020ના રોજ લૉન્ચ કરી હતી, જે અંતર્ગત 5 વર્ષ 1 દિવસથી લઇને 10 વર્ષ સુધી એફડી કરાવી શકાય છે. તેમાં વરિષ્ઠ નાગરિકોને વર્તમાન દરથી 80 આધાર અંક વધુ વ્યાજ મળશે.

આઇસીસાઇસીઆઇ બેન્કની Golden Years FD scheme અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 6.55 ટકાના વાર્ષિક દરે વ્યાજ મળશે. 5 વર્ષ 1 દિવસ પહેલા પ્રીમેચ્યોર વિડ્રોલ કરવા પર 1 ટકા પેનલ્ટી આપવી પડી શકે છે. જ્યારે 5 વર્ષ  1 દિવસ બાદ પ્રીમેચ્યોર વિડ્રોલ પર 1.30 ટકાના દરે પેનલ્ટી લાગી શકે છે. આ સ્કીમ અંતર્ગત વધુમાં વધુ 2 કરોડ રૂપિયાની એફડી કરાવી શકાય છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!