બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેઈન ન કરી શકવા પર તમારે ક્યારેય પેનલ્ટી આપવી પડી છે? કદાચ તમારી પાસે જવાબ હામાં હશે. જો એવું છે તો આવનારા સમયમાં બધું જ યોગ્ય રહ્યું તો ખાતામાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવાની જરૂર નહીં હોય.

વિભિન્ન બેંકના સેવિંગ અને કરન્ટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવાની લિમિટ અલગ-અલગ હોય છે. પાછલા દિવોસમાં કેન્દ્ર તરફથી જન-ધન ખાતા ખોલવાની મુહિમ દરમિયાન પ્રયાસ થયા કે દેશના દરેક નાગરિકનું બેંક એકાઉન્ટ હોય. જન-ધન એકાઉન્ટમાં મિનિમ બેલેન્સ રાખવાની કોઈ પ્રકારની બાધ્યતા નહીં હોય.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દંડ માફ કરવાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર
એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવાને લઈને નાણા રાજ્યમંત્રી ભગવંત કિશનરાવ કરાડે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મિનિમમ બેલેન્સ ન રાખનારા ખાતા પર દંડ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે. કરાડે એક સવાલના જવાબમાં કહ્યું- બેંક સ્વતંત્ર એકમ હોય છે. તેનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દંડ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે.
રાજ્યમંત્રી કરાડને કર્યો સવાલ
તમને જણાવી દઈએ મીડિયાએ રાજ્યમંત્રી કરાડને મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવાને લઈને સવાલ કર્યો હતો. તેમને પૂછ્યું હતું કે શું કેન્દ્ર બેંકોને આ વિશે નિર્દેશ આપવા પર વિચાર કરી રહ્યા છે કે જે ખાતામાં જમા રકમ ન્યૂનતમ નિર્ધારિત સ્તરેથી નીચે ચાલી જાય છે તેમના પર દંડ નહીં લગાવવામાં આવે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી