GSTV
Gujarat Government Advertisement

Alert! SBI એ 42 કરોડ ગ્રાહકોને આપી ચેતવણી, આજે બેન્કિંગ સાથે જોડાયેલી આ સેવામાં પડશે મુશ્કેલી

Last Updated on November 22, 2020 by Ankita Trada

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ કરોડો ગ્રાહકો માટે જરૂરી જાણકારી શેર કરી છે. બેન્કે જણાવ્યું છે કે, 22 નવેમ્બર 2020ના INB/YONO/YONO લાઈટનો ઉપયોગ કરતા સમયે બેન્કે ગ્રાહકોને કેટલીક અસુવિધઆઓ થઈ શકે છે. જો તમે આ એપનો વપરાશ કરી રહ્યા છો તો, તમારે આજે ટ્રાંજેક્શન કરવામાં અથવા કોઈપણ પ્રકારની મોબાઈલ બેન્કિંગ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો આવુ કંઈપણ થાય છે તો ગ્રાહકોને પરેશાન થવાની જરૂરિયાત નથી.

SBI એ ટ્વીટ કરી આપી જાણકારી

સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી છે. બેન્કે ટ્વીટમાં લખ્યું છે કે, 22 નવેમ્બરના રોજ INB/YONO/YONO લાઈટનો ઉપયોગ કરતા સમયે બેન્કના ગ્રાહકોને કેટલીક અસુવિધાઓ થઈ શકે છે. જો તમે આ એપનો ઉપયોગ કરો છો તો તમારે કોઈ પ્રકારની ટેકનીકલ પરેશાની થઈ શકે છે.

અપગ્રેડ કરી રહ્યા છે ઈન્ટરનેટ બેન્કિંગ

SBI એ જણાવ્યું છે કે, અમે ગ્રાહકોની સુવિધાઓ માટે ઈન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મને અપગ્રેડ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, બેન્કે ગ્રાહકોને આ જાણકારી એટલા માટે આપી છે, જેથી તે જો કંઈ અરજન્ટ કામ કરી રહ્યા છે તો તેને પહેલા જ પતાવી લો અને 22 નવેમ્બરના કેટલીક સમસ્યાઓ આવે તો પરેશાન ન થતા.

પોતાના કામનું પ્લાનિંગ કરી લો

SBI દ્વારા ટ્વિટર થકી આ જાણકારી એટલા માટે આપવામાં આવી છે, જેથી ગ્રાહક તેના હિસાબથી પોતાના કામનું પ્લાનિંગ કરી લે. જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એવામાં જો તમે SBI ની નેટબેન્કિંગ થકી પોતાનું કોઈ કામ પતાવવા માગો છો તો, તેમાં સમસ્યા આવી શકે છે. એવામાં તમે આ હિસાબથી પોતાના કામની પ્લાનિંગ કરી લે.

YONO એપ પર પણ બાધિક રહેશે સેવાઓ

બેન્કે જણાવ્યું છે કે, આ અપગ્રેડેશન પ્રોસેસ હેઠળ યોનો એપ અને યોનો લાઈટ એપ પર પણ અસર પડશે. એવામાં ગ્રાહક પહેલાથી જ સારી તૈયારી કરી લે અને જરૂરી કામને આજે જ પતાવી લે.

આવો તમને જણાવીએ કે તમે પોતાના SBI એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે જાણી શકશો

જણાવી દઈએ કે, SBI નું બેલેન્સ જાણવા માટે તમારે પોતાના રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ટોલ ફ્રી નંબર ‘9223766666’ પર મિસ્ડ કોલ કરો. તો SMS થી બેલેન્સ જાણવા માટે પોતાના ‘9223766666’ પર ‘BAL’ SMS મોકલો. ત્યારબાદ તમને બેલેન્સની જાણકારી મેસેજ થકી મળી જશે. ધ્યાન રાખજો કે, આ સુવિધા માટે તમારો મોબાઈલ નંબર બેન્કમાં રજિસ્ટર હોવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!