5 લાખ રૂપિયા જીતવા છે તો SBI આપી રહી છે આ સોનેરી મોકો, આ છે શરત

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ પોતાનાં ગ્રાહકો માટે હેકાથોન રમતનું આયોજન કર્યુ છે. આ યોજનાં પ્રમાણે ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીનાં ઇનામ રોકડા રકમ રૂપે અપાશે. શું છે એસબીઆઈનું હેકાથોન આવો જાણીએ.

સૌથી પહેલા જણાવી દઈએ કે તમે એકલા અથવા ટીમ સ્વરૂપે પણ ભાગ લઈ શકો છો. આ હેકાથોન બેઠકમાં સ્પર્ધકે સૂચનો આપવા પડશે કે લોન લઈને ભાગી જતા નાદારોથી કેવી રીતે બચી શકાય. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ હરિફાઈને ‘SBI – Predict for Bank 2019’નામ આપ્યું છે.

આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન 24 જાન્યુઆરી, 2019થી શરૂ થશે. જેની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી 2019 છે. જો તમે એક ટીમ સાથે ભાગ લઈ રહ્યા છે તો ટીમમાં ઓછામાં ઓછા 4 લોકો હોવા જોઈએ.

7 ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી તેની ચકાસણી કરાશે. તમામ સ્પર્ધકોનાં સૂચનો જોયા પછી તેમાંથી 2 વિજેતા સ્પર્ધકોને અનુક્રમે પાંચ લાખ રૂપિયા અને ચાર લાખ રૂપિયા રોકડ ઇનામ અપાશે.

આ સ્પર્ધામાં તમારે બેન્કને સલાહ-સૂચનો આપવાનાં છે કે લોન વસુલ કરવા માટે શું શું કરી શકાય જેથી કરીને ડિફોલ્ટર્સ પર નિયંત્રણ લગાવી શકાય.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter