જો તમે ગોલ્ડ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા સારી ખબર છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં ગ્રાહકોને માત્ર એક મિસ્ડ કૉલ દ્વારા લોન મળી જશે. બેંક તરફથી નંબરની જાણકારી અપાઈ છે. ખાસ વાત એ છે કે, આ ગોલ્ડ લોન પર ગ્રાહકોને ઘણી પ્રકારની સુવિધા અને ઓફર્સ આપી રહ્યા છે.
કેટલી લઈ શકો છો લોન?
તમને જણાવી દઈએ કે, SBI ગોલ્ડ લોન સ્કીમમાં સોનાના ઘરેણા સહિત સોનાના સિક્કા પણ ગીરવી રાખી શકો છો. SBIની સ્કીમ હેઠળ મેક્સિમમ લોન અમાઉન્ટને પણ કેટલાક સમય પહેવા વધાર્યો હતો. હવે સોના પર 20,000 રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુઘીનો ચાર્જ લઈ શકાય છે. જે પહેલા 20 લાખ રૂપિાય સુઘી હતો.
Business ke liye achhi investment chaho toh #PehleSBI socho.
— State Bank of India (@TheOfficialSBI) February 21, 2021
Apply for a #GoldLoan with SBI and enjoy exciting deals like 7.50% Interest Rate, Nil Processing Fee, and many more.
For a call back, give a missed call on 7208933143 or SMS GOLD at 7208933145
#SBI #StateBankOfIndia pic.twitter.com/OiY1SWt7Rg
SBIએ કર્યુ ટ્વિટ
SBIએ ટ્વિટમાં કહ્યુ કે, જો તમે સસ્તી ગોલ્ડ લોન લેવા માંગો છો તો તેના માટે તમારે તમારા પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી કસ્ટમર કેર નંબર 7208933143 પર મિસ્ડ કૉલ આપવો પડશે. જે બાદમાં તમારે બેંક તરફથી બેંકકૉલ આવશે. આ કૉલમાં તમારે લોન વિશે પુરી જાણકારી મળશે. જે ઉપરાંત 7208933145 પર “GOLD” મેસેજ કરીને પણ જાણકારી લઈ શકો છો.
7.5 ટકા વ્યાજ દર
વધુ માહિતી માટે, તમે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. હાલમાં ગોલ્ડ લોન પર વ્યાજ દર 7.5 ટકા છે. આ સિવાય તમારે કોઈ પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે નહીં.

જરૂરી દસ્તાવેજો
એસબીઆઇ પર્સનલ ગોલ્ડ લોન માટે અરજી કરતી વખતે આ દસ્તાવેજો આવશ્યક છે…
બે ફોટાસાથે ગોલ્ડ લોન માટે અરજી ફોર્મ
સરનામાંના પુરાવા સાથે ઓળખનો પુરાવો.
અપરિચિત અરજદારોના કિસ્સામાં સાક્ષી પત્ર.
કોણ લઈ શકે છે SBI ગોલ્ડ લોન?
18 વર્ષથી વધુની ઉંમરની કોઈપણ વ્યક્તિ SBI પર્સનલ ગોલ્ડ લોન માટે અરજી કરી શેક છે. અરજી એકલ અથવા સંયૂકત આધાર પર કરાઈ શકે છે. જે માટે અરજીકરનાર પાસે આવકનો એક સ્થિર સ્ત્રોત હોવો જોઈએ. જોકે, લોન લેવા માટે આવકનું પ્રમાણ દેવુ જરૂરી નથી.
READ ALSO
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી : અશ્વિને 400 વિકેટ ઝડપી, અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે !
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન
- ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં