GSTV

જલ્દી કરો/ સપનાનું ઘર ખરીદવા માંગતા હોવ તો SBI કરી રહી છે સસ્તા ઘરોની હરાજી, ઉતાવળ રાખજો આવો મોકો ફરી નહીં મળે

SBI

Last Updated on October 21, 2021 by Bansari

જો તમે પણ સસ્તું મકાન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમને સસ્તામાં ઘર (Residential Property) ખરીદવાની તક મળી રહી છે. SBI પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ હરાજી 25 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ તે પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની લિસ્ટમાં આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે આ વિશેની માહિતી IBAPI (Indian Banks Auctions Mortgaged Properties Information) દ્વારા આપવામાં આવી છે. બેંક જે મિલકતોની હરાજી કરવા જઈ રહી છે તેમાં રેસિડેંશિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ, એગ્રીકલ્ચર પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

ક્યારે થશે હરાજી?

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. બેંકે એક ટ્વીટમાં લખ્યું કે મેગા ઈ-ઓક્શન 25 ઓક્ટોબર, 2021 ના ​​રોજ કરવામાં આવશે. જેમાં રેસિડેંશિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની ઈ-હરાજી કરવામાં આવશે. તમે અહીં વ્યાજબી કિંમતે પ્રોપર્ટી ખરીદી શકો છો.

ક્યાં કરાવવુ પડશે રજીસ્ટ્રેશન?

રસ ધરાવતા બિડર્સે બેન્ક ઓફ બરોડા મેગા ઇ-ઓક્શન માટે e Bkray પોર્ટલ https://ibapi.in/ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પોર્ટલ પર ‘બિડર્સ રજિસ્ટ્રેશન’ પર ક્લિક કર્યા પછી, રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી દ્વારા કરાવવું પડશે.

SBI

KYC ડોક્યુમેન્ટની જરૂર પડશે

બિડરે જરૂરી KYC ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. KYC ડોક્યુમેન્ટ ઈ-ઓક્શન સર્વિસ પ્રોવાઇડર દ્વારા વેરિફાય કરવામાં આવશે. આમાં 2 કાર્યકારી દિવસો લાગી શકે છે.

વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો

પ્રોપર્ટીની હરાજી માટે વધુ જાણકારી મેળવવા તમે આ લિંક https://bank.sbi/web/sbi in the news/auction notices/bank e auctions પર વિઝિટ કરી શકો છો.

બેંક સમયાંતરે કરે છે હરાજી

તમને જણાવી દઈએ કે જે પણ મિલકતના માલિકોએ કેટલાક કારણોસર તેમની લોન ચૂકવી નથી. તે તમામ લોકોની જમીન બેંકો દ્વારા કબજે કરવામાં આવી છે. બેંકો દ્વારા સમયાંતરે આવી મિલકતોની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં બેન્ક મિલકત વેચીને તેની બાકી રકમ વસૂલ કરે છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!