GSTV

ATM ખોવાઈ જાય તો પણ કોઈ નહી ચોરી શકે તમારા પૈસા, SBI એ ગ્રાહકોને આપી સુપર સિક્યોરિટી

હવે કોઈપણ વ્યક્તિ તમાકા ATM કાર્ડને ચોરી લઈ જાયો તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, હવે ચોરીના કાર્ડથી પૈસા કાઢવા સરળ નથી. હવે તમારુ ATM કાર્ડ માત્ર તમારુ જ છે. કોઈપણ વ્યક્તિ તમારું કાર્ડ અને પાસવર્ડ જાણીને પણ પૈસા કાઢી શકશે નહી. દેશની સર્વોચ્ચ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુરક્ષા સેવા લઈને આવી છે. જે હેઠળ જો કોઈ તમારુ ATM કાર્ડ ચોરી લેશે તો પણ તે પૈસા કાઢી શકશે નહી.

ડબલ ઓન્થેટિકેશન સેવા

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ATM માંથી પૈસા કાઢવા માટે ડબલ ઓન્થેટિકેશન પ્રોસેસ શરુ કરી દીધી છે. જે હેઠળ માત્ર ATMનો પિન નંબર પૂરતો નથી. SBIના દરેક ટ્રાન્જેક્શન માટે OTP નંબર પણ નાખવો અનિવાર્ય કરી દીધો છે. જે હેઠળ એક વખત પૈસા કાઢવા માટે ATM પીન નાખ્યા બાદ તમારા રજિસ્ટાર્ડ મોબાઈલ નંબર પર OTP પણ આવશે. આ ઓટીપી મશીનમાં ઈન્ટર કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે.

કેવી રીતે કમા કરશે આ સેવા

  • જેવી રીતે ATMમાં તમે કાર્ડ અને પિન નાખશો કે, OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં આવશે
  • OTP તમારા દ્વારા કાઢવામાં આવેલ પૈસાની વિગત સાથે હશે
  • આ OTP ને તમારા ATM માં નાખવો પડશે
  • મોબાઈલમાં મોકલવામાં આવેલ OTP મેચ થતાની સાથે જ પૈસા મશીનમાંથી બહાર આવી જશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ATM ધાંધલીના મામલાઓમાં વધારો થયો છે. દરરોજ એવા કેટલા કેસ સામે આવ્યા છે, જેમાં ATM પાસવર્ડ દાખલ કરીને લોકો પૈસા કાઢી ફરાર થઈ જાય છે. ATMમાં લોકો તાંકઝાંક કરીને અથવા તો, વેબકેમેરા લગાવીને પિન જોઈ લેતા હોય છે અને ગ્રાહકોના જતાની સાથે જ પિનનો વપરાશ કરી પૈસા કાઢી લેતા હોય છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!