GSTV
Gujarat Government Advertisement

SBI આ રોકાણકારોના ખાતામાં મોકલશે 2,489 કરોડ રૂપિયા, શું તમારા એકાઉન્ટમાં પણ આવશે રકમ

SBI

Last Updated on May 4, 2021 by Damini Patel

SBI Funds Management ફ્રેન્કલીન ટેંપલટન(Franklin Templeton) મ્યુચુઅલ ફંડથી બંધ થયેલી 6 સ્કીમ્સના યુનિટહોલ્ડટર્સને આવતા હપ્તા હેઠળ આ સપ્તાહમાં 2,489 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે, સોમવારે પૈસા ટ્રાન્સફર કરવાનું પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. SBI MFએ આ પહેલા રોકાણકારોને 12,084 કરોડ ટ્રાંસફર કર્યા હતા. એમાં 12 એપ્રિલના હપ્તામાં જારી 2,962 કરોડ રૂપિયા સામેલ છે.

Franklin Templeton MFના રોકાણકારોને મળશે રકમ

Franklin Templeton MFના પ્રવક્તાએ કહ્યું કે, SBI મ્યુચુઅલ ફંડ 6 સ્કીમ્સના યુનિટ હોલ્ડર્સને આવતા હપ્તા હેઠળ 2,498 કરોડ રૂપિયા વહેંચવામાં આવશે. જે રોકાણકારોના ખાતાની KYC અપડેટ છે, તેમને સોમવાર 3 મે, 2021ની શરૂઆતના હપ્તા દરમિયાન પેમેન્ટ મળી જશે. સુપ્રીમ કોર્ટે Franklin Templetonની 6 બોન્ડ યોજનાઓમાં રોકાણ કરવા વાળા પૈસા પરત કરવા માટે કંપનીમન એસેટ્સને બજારમાં વેચી એનાથી મળવા વાળી રકમથી યુનિટધારકોમાં વેચવા માટે SBI MF તરફથી માનક પરિચાલન પ્રક્રિયાને માર્ચમાં મંજૂરી આપી દીધી હતી.

ડિજિટલ, ચેક, DD દ્વારા થશે ચુકવણી

Franklin Templeton MFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિટિલ્ડર્સને ચુકવણી 30 એપ્રિલ સુધીમાં યુનિટની નેટ એસેટ વેલ્યુ (NAV) ના આધારે કરવામાં આવશે. એસબીઆઈ એમએફ રોકાણકારોને ડિજિટલ રીતે ચુકવણી કરશે. જો યુનિટહોલ્ડર્સનું બેંક એકાઉન્ટ ઇલેક્ટ્રોનિક ચુકવણી સ્વીકારતું નથી, તો એસબીઆઇ એમએફ દ્વારા તેમના નોંધાયેલા સરનામાં પર ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવામાં આવશે.

sbi

1 એપ્રિલ 2020ના રોજ 6 યોજનાઓ થઇ હતી બંધ

Franklin Templeton MF એપ્રિલ 2020માં 6 બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓને બંધ કરી હતી. બોન્ડ માર્કેટમાં રોકડ અને વિમોચન દબાણના અભાવને ધ્યાનમાં રાખીને કંપનીએ આ યોજનાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની ભારત છોડવાની તૈયારી કરી રહી છે. કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબીને કહ્યું હતું કે જો સુનાવણી કરવામાં નહીં આવે તો તે ભારતીય બજારમાંથી બહાર નીકળી જશે. જોકે બાદમાં કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે તે ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે અને બહાર નીકળવાનો કોઈ ઇરાદો નથી.

6 યોજનાઓ બંધ કરાઈ હતી

રૂપિયા

તમને જણાવી દઈએ કે Franklin Templeton MFની તે 6 યોજનાઓના નામ જેમનું કુલ AUM એટલે કે એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 25,000 કરોડ છે.

  • Franklin India Low Duration Fund
  • Franklin India Dynamic Accrual Fund
  • Franklin India Credit Risk Fund
  • Franklin India Short Term Income Plan
  • Franklin India Ultra Short Bond Fund
  • Franklin India Income Opportunities Fund

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!