GSTV
Gujarat Government Advertisement

SBIની શાનદાર ઑફરઃ આ ખાતાધારકોને મળશે સાવ ઓછાં દરે 5 કરોડ સુધીની લોન

Last Updated on November 20, 2018 by

તમે હવે તમારી ફિક્સ્ડ ડિપોઝીટ પર સરળતાથી લોન લઈ શકશો. ભારતીય સ્ટેટ બેંક (SBI)એ આ સુવિધા શરૂ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લોન પર વ્યાજ પણ ઘણું ઓછું હશે. બૅંકનો ગ્રાહક FDની કુલ જમા રકમના 90 ટકા સુધીની લૉન લઈ શકશે. આ લોનની રકમ મહત્તમ મર્યાદા 5 કરોડ સુધીની હશે.

આ રીતે મળશે લોન

જો તમારું FD અકાઉન્ટ છે તો સરળતાથી તમને લોન માટે અપ્લાય કરી શકશો. તમારી બૅંકની બ્રાન્ચ અથવા તો ઑનલાઈન નેટબેંકિગ દ્વાર આમ કરી શકાય છે. લોન પ્રોસેસિંગમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લેવાય.

આ ગ્રાહકોને મળશે લોન

SBIના જે ગ્રાહકોને લોન મળશે તેમાં સિંગલ અથવા જૉઇન અકાઉન્ટ ખાતાધારકો જેમણે ટર્મ ડિપોઝિટ, સ્પેશ્યલ ટર્મ, ડિપૉઝિટ, RD, NRI, NRO, RFC જેવા ખાતા ખોલાવ્યાં છે. જો કે ઑનલાઈન પ્રોસેસ માત્ર ટર્મ અને સ્પેશ્યલ ટર્મ ડિપૉઝિટ માટે સિંગલ ખાતાધારકો માટે જ હશે.

ખાતામાં હોવા જોઈએ ઓછામાં ઓછાં આટલા રૂપિયા

ખાતાધારકોના ખાતામાં ઓછામાં ઓછાં 30,000 રૂપિયાની રકમ હોવી જોઈએ. આટલી રકમ થવા પર ગ્રાહકોને 25,000 રૂપિયાની લોન મળી જશે. લોન લેવાયેલી રકમ પર 1 ટકા વ્યાજ આપવું પડશે. ગ્રાહકે ત્રણથી પાંચ વર્ષમાં લોનની રકમ ચૂકવી શકે છે. આ સાથે જ બેંક કોઈ પણ પ્રકારની પેનલ્ટી પણ નહીં લગાવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!