રાતના સમયે ગ્રાહકોને એટીએમ ફ્રોડથી બચાવવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ 1 જાન્યુઆરી 2020 થી પોતાના ગ્રાહકોને ઓટીપી આધારિત એટીએમ ઉપાડ સુવિધા આપી હતી. આ અંતર્ગત રાતે 8થી સવારે 8 વાગ્યા સુધી એસબીઆઇ એટીએમથી 10,000 રૂપિયા અને વધુની રોકડ ઉપાડતી વખતે ઓટીપી જરૂરી છે. હવે, બેંકે દેશભરના તમામ એસબીઆઇ એટીએમમાં 10,000 રૂપિયા અને વધુ રકમ ઉપાડવા માટે 15 સપ્ટેમ્બર, 2020 થી ઓટીપી આધારિત સેવાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

ચોવીસ કલાક OTPની જરૂર રહેશે
24×7 ઓટીપી આધારિત કેશ ઉપાડ સુવિધાની શરૂઆત સાથે, એસબીઆઈએ એટીએમ કેશ ઉપાડમાં સુરક્ષા સ્તરને વધુ મજબૂત બનાવી છે. દિવસ દરમ્યાન આ સુવિધાનો અમલ લાગુ થતાં હવે એસબીઆઇના ડેબિટ કાર્ડ ધારકો છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચી શકશે.
ઓટીપી આધારિત રોકડ ઉપાડની સુવિધા ફક્ત એસબીઆઈના એટીએમ પર ઉપલબ્ધ છે કારણ કે એસબીઆઈ સિવાયના એટીએમમાં નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ (એનએફએસ) નો વિકસીત કરાઈ નથી. ઓટીપી એ સિસ્ટમ-જનરેટ કરેલો ન્યૂમરિક કોડ છે. જે વપરાશકર્તાને એકલ વ્યવહાર માટે પ્રમાણિત કરે છે. એકવાર ગ્રાહકો એટીએમમાં ઉપાડની રકમ દાખલ કરશે પછી એટીએમ સ્ક્રીન TPટીપી માટે પૂછશે, જ્યાં તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરવો પડશે.

એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર સી.એસ. શેટ્ટી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) એ જણાવ્યું હતું કે, એસબીઆઇ હંમેશા તકનીકી સુધારણા અને સુરક્ષાના સ્તરમાં વધારો કરીને તેના ગ્રાહકોને સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આગળ રહે છે. તેમણે કહ્યું, અમને વિશ્વાસ છે કે 24×7 ઓટીપી સર્ટિફાઇડ એટીએમ ઉપાડથી એસબીઆઇ ગ્રાહકો સુરક્ષિત અને જોખમ મુક્ત રોકડ ઉપાડનો અનુભવ કરશે.
એસબીઆઈની આ સુવિધા કેવી રીતે કાર્ય કરશે?
- એસબીઆઇ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ગ્રાહકોએ પિન નંબર સાથે ઓટીપી દાખલ કરવી પડશે. આ ઓટીપી તેમના દ્વારા એસબીઆઇ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
- એસબીઆઈની ઓટીપી આધારિત એટીએમ ઉપાડની સુવિધા ફક્ત 10 હજાર રૂપિયાથી વધુની ઉપાડ પર મળશે.
- એસબીઆઇએ આ સુવિધા શરૂ કરી છે જેથી એસબીઆઈ ડેબિટ કાર્ડ ધારકોને કોઈપણ સંભવિત સ્કીમિંગ અથવા કાર્ડ ક્લોનીંગથી સુરક્ષિત રાખી શકાય. આ રીતે, તેઓ છેતરપિંડીથી બચી શકશે.
READ ALSO
- જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત
- મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન
- કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!
- જાણવા જેવું/ Telegram આપી રહી છે Whatsappને ટક્કર, એપમાં સામેલ કરાયા આ શાનદાર સેફ્ટી ફીચર
- ઝટકો/ અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કારમાંથી મળી ચિઠ્ઠી